મૌલિક ધામેચા/અમદાવાદ : જામનગરના કુખ્યાત આરોપી જયેશ પટેલ ગેંગનો વધુ એક સાગરિત ઝડપાયો છે. ગુજરાત ATS અને જામનગર SOG એ સંયુક્ત ઓપરેશન કરી રજાક ઉર્ફે રજાક સોપારી ચાવડાની અટકાયત કરી છે. મૂળ જામનગરનો રજાક પાંચે ગુનામાં વોન્ટેડ છે. જેમાં ગિરીશ ડેર પર ફાયરિંગ કરી હત્યાના પ્રયાસ કરવા બદલ જામનગર પોલીસે ગુનો નોંધ્યો હતો. આ સિવાય પણ રજાક પર વલસાડ રૂરલ માં ૧૯૯૮માં લૂંટનો ગુનો નોંધાયો હતો. જામનગરમાં  મારામારીના ગુનામાં પણ  રજાકની ધરપકડ થઈ ચૂકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત : મને અને મારી ઓફીસ બન્ને સાચવી લેવાના છે, માત્ર થોડો ઓવરટાઇમ કર માલામાલ થઇ જઇશ


રજાક સોપારીને એક પિસ્તોલ સાથે પણ અગાઉ જામનગર એસ.ઓ.જી.એ પકડ્યો હતો. ત્યારબાદ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા થતા જામનગર જેલમાં બંધ હતો. પાંચેક મહિના પહેલા જેલમાંથી છૂટતા જયેશ પટેલ સાથે હત્યાની સોપારી લીધી હતી. મહત્વની વાત તો છે કે, જયેશ પટેલના ગુનાહિત સામ્રાજ્યને પૂરું કરવા સ્પેશ્યલ ટિમ કામે લાગી ગઈ છે. જેમાં ATS પણ અમદાવાદમાં બેસીને તેના એક બાદ એક સાગરીત ને પકડી કાર્યવાહી કરી રહી છે. જયેશ પટેલ જે રીતે જામનગરમાં પોતાનો પગ પેસારો કરી રહયો હતો તેને પૂરું કરવા અને શહેરીજનોને ભય મુક્ત કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


અમદાવાદ પરથી ખાડાનગરીનું કલંક હટશે, ભુગર્ભની કામગીરી પુરી થઇ જશે ખબર પણ નહી પડે !


તે માટે એક બાદ એક તેના ગેંગના લોકો જેલના સળિયા પાછળ જઈ રહ્યાં છે. થોડા દિવસો પહેલા પણ મધ્ય પ્રદેશના એક આરોપીની ATS એ ધરપકડ કરી હતી. જેના પર આરોપ જયેશ પટેલ ગેંગને હથિયાર પૂરું પાડતો હતો અને તેને ગુજરાતમાં અનેક લોકોને હથિયાર પુરા પાડતો હતો. હાલ તો આરોપી રઝાકને પકડી જામનગર પોલીસને વધુ તપાસ માટે મોકલી આપતા વધુ તપાસમાં અનેક માહિતી સામે આવી શકે  છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube