સુરત : મને અને મારી ઓફીસ બન્ને સાચવી લેવાના છે, માત્ર થોડો ઓવરટાઇમ કર માલામાલ થઇ જઇશ

Updated By: Oct 8, 2020, 06:31 PM IST
સુરત : મને અને મારી ઓફીસ બન્ને સાચવી લેવાના છે, માત્ર થોડો ઓવરટાઇમ કર માલામાલ થઇ જઇશ

* તારે ઝડપથી સફળતા મેળવવી હોય તો હું તને એક ખાસ ટેક્નીક શિખવવા માંગુ છું
* તને મારી આખી ઓફીસ પણ સોંપી દઇશ અને તને જોઇએ તેટાલ પૈસા પણ મળશે
* તારી મને અને મારી આખી ઓફીસને સંભાળી લેવા પડશે તને ખુબ પૈસા પણ મળશે

સુરત : દેશમાં દુષ્કર્મ અને શારીરિક શોષણની ઘટનાઓમાં ઘટાડો આવવાના બદલે આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. મહિલાઓ માટે સૌથી સુરક્ષીત ગણવામાં આવતા ગુજરાતમાં પણ આવી ઘટનાઓમાં ચોંકાવનારો વધારો આવી રહ્યો છે. સુરતમાં એક લોનની ઓફીસમાં કામ કરતી યુવતીએ પોતાનાં જ માલિક પર છેડતીના આરોપ લગાવ્યા છે. બોસે યુવતીને જણાવ્યું કે, જો તુ મારી સાથે શારીરિક સંબંધ રાખીશ તો તને માલામાલ કરી દઇશ. જરૂર હોય તેટલા નાણા તને આપીશ. જો કે યુવતી તાબે નહી થતા તેને નોકરીમાંથી કાઢી મુકી હતી.

અમદાવાદ પરથી ખાડાનગરીનું કલંક હટશે, ભુગર્ભની કામગીરી પુરી થઇ જશે ખબર પણ નહી પડે !

લંપટ માલિક એટલે જ નહોતો અટક્યો અને માલિકને ઠપકો આપવા માટે ગયેલો તેના ભાઇ, ભાભી અને મમ્મી સાથે ઝગડો કર્યો અને તેને જાતી વાચક શબ્દો કહીને અપમાનિત કર્યો હતો. પોલીસે યુવતીની ફરિયાદનાં આધારે તેના માલિક સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ એસસી-એસટી સેલના મદદનીશ પોલીસ કમિશ્નરને સોંપી છે. જેની તપાસ ચાલી રહી છે. ડભોલીગામમાં રહેતી 19 વર્ષીય યુવતી કતારગામ એવલોન શોપિંગ સેન્ટરના ત્રીજા માળે આવેલી એક લોનનું કામકાજ કરતી ઓફીસમાં નોકરી પર લાગી હતી. 

પાટણ પાલીકાનું આરંભે શુરા જેવી કામગીરી, કરોડોના સાધનો ખરીદી લીધા હવે ધુળ ખાય છે !

જો કે નોકરી લાગ્યાનાં ત્રીજા જ દિવસે તેના બોસ અશોક ચોટલીયાએ તેને બોલાવી હતી. તેને કહ્યું કે તને કામ નથી આવડતું મારૂ લેપટોપ રાખ અને કામ શીખી જા. અંકિતે યુવતીને કહ્યું કે, તારે મારી ઓફીસ સંભાળવાની છે અને તને કેબિનમાં બેસવા મળશે અને તું બોસ બની જઇશ. પણ બદલામાં તારે મારી સાથે શારીરિક સંબંધ રાખવા પડશે. તારે જ્યારે પણ જરૂર પડે જેટલા જોઇએ તેટલા નાણા પણ મળશે. તું માલામાલ થઇ જઇશ. જો કે યુવતીએ નોકરી કરવા આવી છે આવું બધુ કરવા નહી તેવું કહેતા યુવતીને નોકરીમાંથી કાઢી મુકી હતી અને જાતીવાચક શબ્દો પણ કહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube