રાજકોટમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ આવ્યો સામે, રાજ્યમાં પીડિતોનો આંકડો 44 પર પહોંચ્યો
દેશ સહિત ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતાં કોરોના પીડિતોની સંખ્યા 44 તો દેશમાં 650ને પાર પહોંચી ગઈ છે.
રાજકોટઃ ભારત અને ગુજરાતમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે. ગુજરાતમાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના 44 કેસ સામે આવ્યા છે. આજે જામનગરની લેબમાં રાજકોટના એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાજકોટમાં કોરોના પીડિતોની સંખ્યા 5 પર પહોંચી ગઈ છે. તો દેશભરમાં કોરોના પીડિતોની સંખ્યા 650ને પાર પહોંચી ગઈ છે.
રાજકોટમાં કોરોના પીડિતોની સંખ્યા 5 પર પહોંચી
આજે જામનગરની લેબમાં કુલ 13 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 12નો રિપોર્ટ નેગેટિવ અને એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દી રાજકોટનો છે. આ સાથે રાજકોટમાં કોરોના પીડિતોની સંખ્યા 5 પર પહોંચી ગઈ છે.
ગુજરાતમાં ક્યાં કેટલા કેસ
ગુજરાતમાં કોરોના પીડિતનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં કોરોનાથી 3 મોત નોંધાયા છે. આ મૃત્યુ સુરત, અમદાવાદ અને ભાવનગરમાં નોંધાયા છે. આ સિવાય રાજ્યમાં કુલ 44 કેસ પોઝિટિવ છે જેમાં અમદાવાદમાં 15, સુરત-ગાંધીનગરમાં 7, વડોદરામાં 8, રાજકોટમાં 5 તેમજ કચ્છ-ભાવનગરમાં 1-1 કેસ છે.
કોરોના લૉકડાઉનઃ વૃદ્ધો અને નિરાધાર લોકોને ઘર બેઠા ભોજન મળે તે માટે સીએમે કરી ખાસ વ્યવસ્થા
ગાંધીનગરમાં શરૂ કરાયો કંટ્રોલ રૂમ
વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસ (Corona virus) ની સ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરિકોને સુરક્ષિત રાખવા 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ગુજરાતમાં આ લોકડાઉનના દિવસો દરમિયાન રાજ્યના સૌ નાગરિકોને દૂધ, શાકભાજી, અનાજ, દાળ, કરિયાણું વગેરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના સરળતાએ મળી રહે તેવું આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ રાજ્યના દરેક નાગરિકો-પરિવારોને આવી જીવનજરૂરી ચીજવસ્તુઓ બેરોકટોક મળતી રહે તે માટે જિલ્લાના પુરવઠા તંત્રને સતત મોનિટરીંગ કરવા પ્રેરિત કર્યુ છે. આ અંગે અશ્વિનીકુમારે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં જીવન આવશ્યક ચીજવસ્તુઓ નાગરિકોને પર્યાપ્ત માત્રામાં અને સરળતાએ મળી રહે તે માટે સંપૂર્ણ તકેદારી અને મોનિટરીંગ માટે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SOEC ખાતે એક 24x7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમની હેલ્પલાઇન નંબર 1070 તથા 079-23251900 પર સંપર્ક સાધીને નાગરિકો જરૂરી વિગતો મેળવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર