ગૌણ સેવા દ્વારા વધુ એક ભરતીની જાહેરાત, 16 ઓગસ્ટથી કરી શકશો અરજી, જાણો વિગત
Government Jobs: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંગળ દ્વારા 117 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉમેદવારો 16 ઓગસ્ટથી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.
ગાંધીનગરઃ સરકારી નોકરી કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 117 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળે આપેલી માહિતી પ્રમાણે ફાયરમેન-કમ-ડ્રાઈવરની કુલ 117 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પરંતુ આ ભરતી કરાર આધારિત છે. આ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
ભરતીની વિગત
ગૌણ સેવાએ આપેલી માહિતી પ્રમાણે કુલ 117 જગ્યા ભરવામાં આવશે. જેમાં નિયામક, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓમાં 9 જગ્યા અને ગાંધીનગર મહાનગર પાલિકામાં 108 જગ્યાઓ ભરવામાં આવશે. આ તમામ જગ્યાઓ કરાર આધારિત છે.
આ પોસ્ટ પર થશે ભરતી
ફાયરમેન-કમ-ડ્રાઈવર
પગાર
26 હજાર ફિક્સ
કેટલો રહેશે કરાર
ત્રણ વર્ષ/પાંચ વર્ષ
ફોર્મ ભરવાની વિગત
ફોર્મ ભરવાની શરૂઆત 16 ઓગસ્ટથી થશે અને ઉમેદવારો 31 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકશે.
પરીક્ષા ફી
બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા
અનામત વર્ગ માટે 400 રૂપિયા