ઉદય રંજન/ અમદાવાદ: ગેરકાયદેસર અમેરિકાની બોર્ડર ક્રોસ કરતા ડીંગુચાના પરિવારના મૃત્યુ કેસમાં વધુ એક એજન્ટની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. પરંતુ પકડાયેલ ત્રણે એજન્ટોની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે કે તેમણે ડીંગુચાના પરિવારને ગેરકાયદે અમેરિકા મોકલ્યા નથી. ત્યારે બીજી બાજુ 7 સ્ટુડન્ટ પૈકી 5 સ્ટુડન્ટને ગેરકાયદે અમેરિકા આ ત્રણ એજન્ટો મોકલ્યા હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે એજન્ટો છેલ્લા દસ વર્ષથી કબુતર બાજી કરતા હોવાનું સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા દશરથ ચૌધરી કબૂતર બાજીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. દશરથ ચૌધરી ગાંધીનગરનો રહેવાસી છે અને ગેરકાયદે વિદેશ મોકલવા સબ એજન્ટ તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી દશરથ એ ક્લોલના રહેવાસી પ્રિયંકા અને પ્રિન્સ નામના બે સ્ટુડન્ટને ગેરકાયદે અમેરિકા મોકલ્યા હતા. જે બન્ને સ્ટુડન્ટને આરોપી દશરથ એ અગાઉ પકડાયેલ યોગેશ પટેલ મારફતે ગેરકાયદે અમેરિકા મોકલ્યા હોવાનું સામે આવ્યું છે. 


ગુજરાતના આ વિસ્તાર સહિત શહેરમાં કાશ્મીર જેવી સ્થિતિ! છેલ્લા 15 વર્ષથી અમલમાં છે...'


જોકે અત્યાર સુધી પકડાયેલ 3 એજન્ટો ભેગા મળી 5 જેટલા લોકો ગેરકાયદે અમેરિકા મોકલ્યા હતા પણ એજન્ટોની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે કે ત્રણેય એજન્ટ માંથી કોઈએ પણ ડીંગુચાના પરિવારને ગેરકાયદે અમેરિકા મોકલ્યા નથી. જેને લઈ મૃતક જગદીશ પટેલના પિતરાઈ ભાઈ મહેન્દ્ર પટેલની પૂછપરછ માટે ક્રાઇમ બ્રાંચ બોલાવી તપાસ શરૂ કરી છે.


પકડાયેલ ત્રણેય એજન્ટોની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે એક વ્યક્તિને ગેરકાયદે અમેરિકા મોકલવામાં આવે તો તેમને 5 લાખ રૂપિયા મળતા હતા. જેમાંથી 7 સ્ટુડન્ટ પૈકી યોગેશ પટેલ અને દશરથ ચૌધરી 3 સ્ટુડન્ટને મોકલ્યા અને ભાવેશ પટેલ એ બે સ્ટુડન્ટ મોકલ્યા હતા. પરંતુ હજી બે જેટલા સ્ટુડન્ટ કોના મારફતે ગેરકાયદે અમેરિકા બોર્ડર પહોંચ્યા જેને લઈ તપાસ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ પોલીસ તપાસમાં ડીગુચા પરિવાર પોતાના મારફતે કેનેડા ગયા અને ત્યાં ફેનીલ તથા બીટુ પાજી સંપર્ક કરીને ગેરકાયદે બોર્ડર પ્રવેશ કર્યો હોવાની આશંકા છે.


તું નહીં તો હું અને હું નહીં તો તું : ગુજરાતમાં કોંગ્રેસીઓ રમી રહ્યાં છે પકડદાવ


નોંધનીય છે કે ડીગુચા પરિવારમાં પતિ-પત્ની અને બે બાળકો સાથે 7 જેટલા સ્ટુડન્ટ સહિત 11 લોકો ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરીને એમરીકા જઈ રહ્યા હતા. જેમાં ડીંગુચાના એક જ પરિવારના ચાર સભ્યો 19 જાન્યુઆરી 2022 ના રોજ અમેરિકા બોર્ડર ક્રોસ કરતા મૃત્યુ પામ્યા હતા. જે બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાએ થકી કબુતર બાજીના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક વર્ષ બાદ ગુનો નોંધી ભેદ ઉકેલ્યો હતો.


હાલ પકડાયેલ કલોલનો આરોપી ભાવેશ પટેલ અને અમદાવાદના યોગેશ પટેલ કબૂતર બાજીના માસ્ટરમાઈન્ડ છે. આ બંને એજન્ટો કલોલ અને મહેસાણાના 7 લોકોને અલગ અલગ દેશો ફેરવી કેનેડા મોકલ્યા અને ત્યાંથી ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ કરાવવાના હતા. બન્ને એજન્ટો 7 દિવસના રિમાન્ડ પર છે ત્યારે ત્રણેય એજન્ટો ભેગા મળી અનેક લોકોને ગેરકાયદે અમેરિકા મોકલ્યા હોવાની આશંકા છે. ત્યારે કેનેડાના વોન્ટેડ એજન્ટ ફેનીલ તથા બીટુ પાજી દ્વારા 11 લોકો કેનેડાની વીનોવીંગ બોર્ડર ક્રોસ કરાવી અમેરિકા પ્રવેશ આપવાની હતી.


ઊંટડીના દૂધનો પ્રથમ પ્લાન્ટ શરૂ, દુબઇ-પાકિસ્તાન નથી કરી શક્યું તે કચ્છે કરી દેખાડ્યુ