તું નહીં તો હું અને હું નહીં તો તું : ગુજરાતમાં કોંગ્રેસીઓ રમી રહ્યાં છે પકડદાવ

ગુજરાતમાં કોંગ્રેસની ભૂંડી હાર થવા છતાં પણ દિલ્હી આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યું નથી. રાજ્યમાં કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ કેમ કોંગ્રેસ છોડી રહ્યાં છે એનું કારણ સમગ્ર ગુજરાત જાણે છે પણ કોંગ્રેસનું હાઈકમાન આંખ બંધ કરીને બેઠું હોય તેમ ગુજરાત કોંગ્રેસ ચાલી રહી છે.

તું નહીં તો હું અને હું નહીં તો તું : ગુજરાતમાં કોંગ્રેસીઓ રમી રહ્યાં છે પકડદાવ

અમદાવાદ: ગુજરાતીમાં એક ગીત છે કે 'અમુ કાકા-બાપાના પોયરા રે અમે ટીમલીમાં રમીએ..' હાલમાં કોંગ્રેસના નેતાઓ આ જ કરી રહ્યાં છે. તું નહીં તો હું અને હું નહીં તો... કાકા બાપાના પોયરાઓની આસપાસ જ કોગ્રેસના કદાવર પદ જઈ રહ્યાં છે અને બાકીના કોંગ્રેસીઓ આ પકકડદાવને જોઈ રહ્યાં છે. કોંગ્રેસનું હાઈકમાન પણ આંખો બંધ કરીને લીલીઝંડી આપી રહ્યું છે. જાણે કે ગુજરાતમાં એમને ફરી ઉભા થવામાં રસ ના હોય એમ એક જ પરિવારની આસપાસ કોંગ્રેસના ટોપના હોદાઓની વહેંચણી થઈ રહી છે. 

ગુજરાતમાં કોંગ્રેસની ભૂંડી હાર થવા છતાં પણ દિલ્હી આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યું નથી. રાજ્યમાં કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ કેમ કોંગ્રેસ છોડી રહ્યાં છે એનું કારણ સમગ્ર ગુજરાત જાણે છે પણ કોંગ્રેસનું હાઈકમાન આંખ બંધ કરીને બેઠું હોય તેમ ગુજરાત કોંગ્રેસ ચાલી રહી છે. હાઈકમાન કોઈ પણ પ્રકારનું એનાલિસીસ કરવાના મૂડમાં નથી. આજે સત્ય શોધક કમિટીએ ચૂંટણીમાં ભૂંડી હારના કારણો શોધવાના પ્રયાસો કર્યા પણ આ રિપોર્ટ પર કેવા નિર્ણય લેવાશે એ તો આગામી સમય જ બતાવશે. 

રાજ્યમાં કોંગ્રેસ પર કેટલાક નેતાઓ એવી કુંડળી મારીને બેઠા છે કે એમના સિવાય કોઈ પણ નેતાને લોટરી લાગતી નથી. હાલમાં કોંગ્રેસ સંકોચાઈને 17 પર આવીને ઉભી રહી ગઈ છે છતાં પણ કોંગ્રેસમાં કોઈ સુધારાને અવકાશ નથી. રાજ્યમાં વિરોધપક્ષના નેતા પદ માટે દિલ્હી સુધી પહોંચેલા નામોમાંથી એક અલગ નામ જાહેર થયું છે અને આંકલાવના અમિત ચાવડા પર પસંદગીનો કળશ ઢોળાયો છે.  

વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડા તેમજ ઉપનેતા તરીકે શૈલેષ પરમારના નામ જાહેર થયા છે. અગાઉ કોંગ્રેસ સાથે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ પણ જોડાયા હતા. જેઓ પાર્ટી છોડીને જતા રહ્યાં છે. જેમને બહાર કાઢવામાં એ સમયે કેટલાક નેતાઓનો હાથ હોવાની પણ ચર્ચા હતી. હાલમાં ફક્ત જિગ્નેશ મેવાણી રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસમાં જોડાયેલા છે. 

રાજ્યમાં છેલ્લા અડધા દાયકામાં 70થી વધારે કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસ ભલે ધમપછાડા પણ વાસ્તવિકતા એ છે કે આજે પણ ગુજરાતના મંત્રીમડળમાં મૂળ કોંગ્રેસીઓનો દબદબો છે. આ નેતાઓ કોંગ્રેસ સાથે જોડાયેલા હોત તો આજે પણ ધારાસભ્ય હોત...કારણ કે નેતાઓનું પદ તો રાજ્યના 4થી 5 નેતાઓ વચ્ચે પક્કડદાવની જેમ જ ફરી રહ્યું છે. હું નહીં તો તું બને અને તારે ના બનવું હોય તો હું બનુની આ ગેમમાં લોકોનો કોંગ્રેસ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. 

મહત્વનું છે કે, રાજ્યમાં ધીમેધીમે કોંગ્રેસનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે એમાં સૌથી મોટો સિંહફાળો કોંગ્રેસ પર ઘાત લગાવીને બેઠેલી ટોળકીનો પણ હોવાની ચર્ચા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news