Gujarat Weather 2023: ગુજરાતભરમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે, ત્યારે આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસની આગાહી પ્રમાણે આગામી 24-48 કલાક તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ ત્યાર બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. આજે અમદાવાદનું તાપમાન 13. 4 ડિગ્રી નોંધાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાકાળીના ભક્તો માટે મોટા સમાચાર! હવે પાવાગઢમાં સેકન્ડોમાં માતાજીના દ્વારે પહોંચાશે


પશ્ચિમી વિક્ષોભનના કારણે તાપમાનમાં ઘટાડો થશે. એટલું જ નહીં, આગામી સમયમાં નલિયામાં પણ તાપમાન ઘટી શકે છે. ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા લોકો ધ્રુજી ઉઠ્યા છે. એટલે કે ગુજરાતીઓએ ગાત્રો થીજવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. તાપણા તૈયાર રાખવા પડશે, બે દિવસ બાદ ગુજરાતમાં ફરી ગાત્રો થિજવતી ઠંડીનો હવામાન વિભાગે વરતારો કર્યો છે.


ગુજરાતનું એક અનોખુ મંદિર! આજે અહીં મિનરલ વોટર ચઢાવવાથી થાય છે દરેક મનોકામના પૂર્ણ!


રાજ્યમાં ઠંડીએ ભુક્કા કાઢ્યા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 25 જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ પણ શરૂ થવાનું અનુમાન છે. તો 25, 26 અને 27 જાન્યુઆરીએ ઠંડી પડવાની શક્યતાઓ વધુ છે અને તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું વધુ પ્રમાણ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થશે. પવનને કારણે ઠંડી અનુભવાઇ શકે છે.


ગુજરાત સરકારના નિયમોની ઐસીતૈસી! આ સ્કૂલે તો ભારે કરી! બંડી જેવા સ્વેટરમાં...'


આ રાજ્યોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કોલ્ડવેવની સ્થિતિમાં ઘટાડો થવાની આગાહી કરી છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાનો અંદાજ છે. પરંતુ આ પછી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 20 જાન્યુઆરીની રાત્રે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય વિસ્તારમાં પહોંચશે, જે 25 જાન્યુઆરી સુધી રહેશે. જેના કારણે 21 જાન્યુઆરીથી પહાડો પર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તે જ સમયે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે, 23 થી 25 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આ રાજ્યોમાં વરસાદ પડી શકે છે.