ગુજરાત સરકારના નિયમોની ઐસીતૈસી! બંડી જેવા સ્વેટરમાં ઠંડી લાગે છે, પણ સંચાલકોને કોણ સમજાવે!

ગુજરાતના રાજકોટ શહેરની સ્કૂલમાં ભણતી આઠમા ધોરણની એક વિદ્યાર્થિનીનું ઠંડીના કારણે ચાલુ ક્લાસમાં હાર્ટ અટેકથી મૃત્યુ થયું હતું. ત્યારે આવી કડકડતી ઠંડીમાં પણ પોતાના બાળકોને શાળાએ મોકલતા તમામ વાલીઓ પણ ચિંતામાં મૂકાયા છે.

ગુજરાત સરકારના નિયમોની ઐસીતૈસી! બંડી જેવા સ્વેટરમાં ઠંડી લાગે છે, પણ સંચાલકોને કોણ સમજાવે!

નવનીત દલવાડી/ભાવનગર: શિયાળાની કડકડતી ઠંડીમાં પણ શાળાએ આવતા બાળકોને જેકેટ કે જાડા ગરમ કપડાં પહેરવાની છૂટ આપવાને બદલે શાળાઓ મનમાની કરી રહી છે. બાળકો ઠંડીથી ઠુંઠવાઈ રહ્યા છે છતાં ડીસિપ્લીનના નામે શાળાઓ બાળકોને ઠંડી સહન કરવા પરાણે મજબૂર કરી રહી છે. ત્યારે શાળાઓ દ્વારા જ નક્કી કરેલા સ્વેટર ઠંડી સામે પૂરતા ના હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ગુજરાતના રાજકોટ શહેરની સ્કૂલમાં ભણતી આઠમા ધોરણની એક વિદ્યાર્થિનીનું ઠંડીના કારણે ચાલુ ક્લાસમાં હાર્ટ અટેકથી મૃત્યુ થયું હતું. ત્યારે આવી કડકડતી ઠંડીમાં પણ પોતાના બાળકોને શાળાએ મોકલતા તમામ વાલીઓ પણ ચિંતામાં મૂકાયા છે. સ્કૂલનાં સંચાલકો બાળકોને સ્કૂલ તરફથી નક્કી કરેલું સ્વેટર પહેરવાનો જ આગ્રહ રાખે છે. 

હાલ ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડી રહી છે છતાં બાળકોને જેકેટ પહેરવું હોય તો પણ તેઓ પહેરી શકતાં નથી. તેમને ફક્ત શાળાએ જરસી કે ટી શર્ટ જેવું જે સ્વેટર નક્કી કર્યું હોય છે તે જ યુનિફોર્મના ભાગરૂપે પહેરીને જવું પડે છે. જેને લઇને ઝી 24 કલાક દ્વારા ઉપાડવામાં આવેલા અભિયાન ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, તેમજ સરકાર દ્વારા બાળકો ઠંડી સામે રક્ષણ મેળવવા જેકેટ કે અન્ય ગરમ વસ્ત્રો પહેરીને આવી શકશે એવા આદેશ છતાં શાળાઓ મનમાની કરી રહી છે.

સરકારના આદેશ બાદ ફરી ઝી 24 કલાક દ્વારા શાળાઓમાં રિયાલિટી ચેક કરતા શહેરની સેન્ટ મેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થી પુનઃ શાળા દ્વારા નક્કી કરાયેલા સ્વેટર પહેરીને આવતા જોવા મળ્યા. બાળકોનું કહેવું છે કે આ સ્વેટર પૂરતા નથી. આમાં ઠંડી ખૂબ લાગી રહી છે, જકેટ પહેરીને આવવું જોઈએ એવું પૂછતા બાળકોએ જણાવ્યું હતું કે સંચાલકો જેકેટ કઢાવી ને દફતર માં મૂકાવી દે છે અને સ્કૂલ બુક માં પણ તેની નોંધ કરી ફરી શાળા દ્વારા નક્કી કરાયેલ સ્વેટર પહેરીને જ શાળાએ આવવા જણાવવામાં આવે છે. 

સરકાર દ્વારા સમય મોડો કરવા સૂચના આપવા છતાં હજુ પણ અમુક શાળાઓ એ સમયમાં ફેરફાર નથી કર્યો અને સ્વેટરને બદલે જેકેટ પહેરવાની મંજૂરી નથી આપતા તો કઈ રીતે બાળકો ઠંડીમાં રક્ષણ મેળવી શકશે, જ્યારે કેજીનાં નાનાં બાળકોને પણ આવી રીતે સ્વેટર પહેરવાની ફરજ પાડવામાં આવે છે. આટલાં નાનાં બાળકો બંડી જેવા સ્વેટરથી આટલી કાતિલ ઠંડીનો સામનો કેવી રીતે કરી શકે? 

જ્યારે આજ સંકુલમાં આવેલી ગુજરાતી મીડિયમની શાળામાં પહોંચી ફાધર રોજન્ટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સમયમાં ફેરફાર કરાયો છે અને ઠંડી સામે રક્ષણ મેળવી શકે એવા કપડાં પહેરીને આવવા છૂટછાટ આપી દેવામાં આવી છે. ત્યારે એક જ સંકુલ માં આવેલી અલગ અલગ મીડિયમ ની બે શાળાઓના નિયમો માં આટલો બધો તફાવત કેમ? અધિકારીઓ એ રૂબરૂ મુલાકાત લઈ યોગ્ય પગલાં ભરવા જોઇએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news