અતુલ તિવારી, અમદાવાદ: મ્યુકોરમાઇકોસીસનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કચ્છની 14 વર્ષીય તરુણીમાં મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના લક્ષણ જોવા મળ્યા  છે. 14 વર્ષીય તરુણીના રિપોર્ટ જોનાર આંખના નિષ્ણાંત ડોક્ટર અમિષ પટેલે ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના લક્ષણ જોવા મળતા તરુણીની સારવાર શરૂ કરાઈ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર 14 વર્ષીય તરુણી થોડા જ સમય પહેલા કોરોનાગ્રસ્ત (Coronavirus) થઈ હતી. કોરોનાથી સંપૂર્ણ સ્વસ્થ થાય એ પહેલાં જ તરુણીમાં મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના લક્ષણ જોવા મળ્યા હતા. શરૂઆતમાં આંખમાં સામાન્ય તકલીફ થઈ, ત્યારબાદમાં નાકમાં સમસ્યા થતા તરુણીનું MRI કરવામાં આવ્યું છે. 

કોવિડ-19ના નિદાન માટે હવેથી 80 ટકા જેટલા સેમ્પલ RTPCR ટેસ્ટ માટે લેવામાં આવશે


કોરોના (Coronavirus) ની સારવાર ઘરે જ લેતી તરુણીને સ્ટેરોઇડ (Steroid) આપવાની ફરજ પડી હતી. સારવાર માટે વાપરવામાં આવેલા સ્ટેરોઇડના કારણે તરુણીમાં બ્લડ સુગર (Blood Sugar) નું પ્રમાણ ખૂબ વધી હતું. જેથી સુગરને કંટ્રોલમાં લાવવા તરુણીને ઈન્સ્યુલીન આપવાની જરૂરિયાત ઉભી થઇ છે. તરુણીમાં મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના લક્ષણો જોવા મળતા પ્રાથમિક તપાસ બાદ બાયોપ્સી પણ હાથ ધરાઈ છે. 

હવામાંથી ઓકસીજન પેદા કરીને હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરી રહી છે સરકાર


14 વર્ષીય તરુણીએ કોરોના (Corona) ની સારવાર ઘરે જ લીધી હોવા છતાં તરુણીમાં મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના લક્ષણો જોવા મળતા અનેક તર્ક વિતર્ક પેદા થયા છે. તરુણીનો આખો પરિવાર કોરોનાની ચપેટમાં આવી ગયો હતો. પરંતુ પરિવારના અન્ય એકપણ સભ્યમાં મ્યુકરમાઇકોસીસ (Mucormycosis) ના લક્ષણો જોવા મળ્યા નથી. અત્રે નોંધનીય છે કોરોનાની સારવાર દરમિયાન તરુણીને ઓક્સિજન (Oxygen) ની જરૂરીયાત પડી ન હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube