કોવિડ-19ના નિદાન માટે હવેથી 80 ટકા જેટલા સેમ્પલ RTPCR ટેસ્ટ માટે લેવામાં આવશે

આર.ટી.પી.સી.આર. ટેસ્ટ (RTPCR Test) વધુ સેન્સિટીવ અને સ્પેસિફિક હોવાથી ચોક્કસ નિદાન થઈ શકે છે. આર.ટી.પી.સી.આર. ટેસ્ટથી કોરોના પોઝીટીવ દર્દીઓને વધુ ચોકસાઈપૂર્વક શોધી શકાશે. જેથી તેમને સમયસર સેલ્ફ આઈસોલેશન અને પ્રાથમિક સારવાર આપી સંક્રમણને આગળ વધતું અટકાવી કોરોના વાયરસના કેસમાં ઘટાડો કરી શકાશે.

કોવિડ-19ના નિદાન માટે હવેથી 80 ટકા જેટલા સેમ્પલ RTPCR ટેસ્ટ માટે લેવામાં આવશે

પાટણ: કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર દરમ્યાન દેશભરમાં સંક્રમણ વધવા પામ્યું છે ત્યારે પાટણ જિલ્લામાં પણ પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેને નિયંત્રણમાં લાવવા અટકાયતી પગલાના ભાગરૂપે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આર.ટી.પી.સી.આર. ટેસ્ટ (RTPCR Test) ની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. જેથી કોવિડ પોઝીટીવ દર્દીઓને શોધી સમયસર સારવાર આપી શકાય.

સઘન સર્વેલન્સ દરમ્યાન રેપિડ એન્ટીજન ટેસ્ટ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો કરવામાં આવતા રેપિડ એન્ટીજન ટેસ્ટ નેગેટીવ હોય થતાં કોવિડના લક્ષણો ધરાવતા દર્દીઓના આર.ટી.પી.સી.આર. (RTPCR) માટેના સેમ્પલ લેવામાં આવી રહ્યા હતા. રાજ્ય સરકારની સુચના મુજબ હવેથી કોવિડના નિદાન માટે આર.ટી.પી.સી.આર. માટેના સેમ્પલમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે કોવિડ (Covid 19) ના નિદાન માટે જિલ્લામાં લેવાતા કુલ સેમ્પલ પૈકી 80 ટકા જેટલા સેમ્પલ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ (RTPCR Test) માટે લેવામાં આવશે.

આર.ટી.પી.સી.આર. ટેસ્ટ (RTPCR Test) વધુ સેન્સિટીવ અને સ્પેસિફિક હોવાથી ચોક્કસ નિદાન થઈ શકે છે. આર.ટી.પી.સી.આર. ટેસ્ટથી કોરોના પોઝીટીવ દર્દીઓને વધુ ચોકસાઈપૂર્વક શોધી શકાશે. જેથી તેમને સમયસર સેલ્ફ આઈસોલેશન અને પ્રાથમિક સારવાર આપી સંક્રમણને આગળ વધતું અટકાવી કોરોના વાયરસના કેસમાં ઘટાડો કરી શકાશે.

આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ (Covdi 19) ના શંકાસ્પદ લક્ષણો ધરાવતા મહત્તમ દર્દીઓના આર.ટી.પી.સી.આર. (RTPCR) સેમ્પલ લેવામાં આવશે. આ માટે જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આર.ટી.પી.સી.આર. (RTPCR) સેમ્પલ ફરજીયાત લેવામાં આવે તે માટે જિલ્લાકક્ષાએથી સુચના આપવામાં આવી છે. 

આ કામગીરીનું જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન મોનિટરીંગ પણ કરવામાં આવશે. ઉપરાંત કોવિડના લક્ષણો જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવવા જિલ્લાના તમામ નાગરિકોને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news