ઝી બ્યુરો/અમદાવાદ: ગાંધીનગરમાં ફરી એક વાર વિઝા કૌભાંડ બહાર આવ્યું છે. રાજ્યમાં અગાઉ બનેલ વિઝા કૌભાંડની તપાસ CID દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ફરી એક મોટું વિઝા કૌભાંડ બહાર આવ્યું છે. 23 લોકોને ફોરેનના વિઝાના બહાને 7 કરોડ 75 લાખનું ફુલેકુ ફેરવ્યું છે. ડભોડાના જીગ્નેશ પટેલે ફરિયાદ નોંધાવતા વિઝા કૌભાંડ બહાર આવ્યું છે. લવારપુરના પિતા પુત્ર સહિત 4 એજન્ટોના એક પછી એક કૌભાંડ બહાર આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત તરફ આવી રહ્યું છે જોખમ! આ વિસ્તારોમાં તૂટી પડ્યો વરસાદ, વલસાડનો દરિયો તોફાની


કુડાસણ ખાતે ઊગતી કોર્પોરેટ પાર્ક બિલ્ડિંગમાં ઉમિયા ઓવર્સિસ વિઝા કન્સલ્ટન્ટની ઑફિસમાં વિશાલ પટેલ વિઝાનું કામ કરતો હતો. લોકોને કેનેડામાં PR કરાવી આપવાના બહાને એકજ પરિવારના 65 લાખનું ફુલેખું ફેરવ્યું છે. એજન્ટ વિશાલ પટેલ હાલ વિદેશ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. વિશાલ પટેલના સાથીદાર અંકિત પટેલ, અનેરી તેમજ શૈલેષ પટેલ ફરાર હોવાનું સામે આવ્યું છે. ઇન્ફોસિટી પોલીસે ફરિયાદ લઈને તપાસ હાથ ધરી.


ભાજપના ગઢ સમાન રાજકોટને કોંગ્રેસ કરાવી શકશે બંધ, કોંગ્રેસના બજાર બંધ રાખવા ધમપછાડા


ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા ઘણી જાણીતી છે. ઘણા લોકો ગેરકાયદે પ્રવેશવા એજન્ટોનો સંપર્ક કરતા હોય છે. આવા લેભાગુ એજન્ટો લોકોને ઘણી વખત શીશામાં ઉતારતા હયો છે. ગાંધીનગરમાંથી વધુ એક વિઝા કૌભાંડ બહાર આવ્યું છે. 


''ઠાગાઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું..", અગ્નિકાંડનો રિપોર્ટ તૈયાર, કોને બચાવાયા!


23 લોકો પાસેથી ફોરેનના વિઝાના બહાને રૂ. 7 કરોડ 75 લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. કુડાસણ પાસેની ઉમિયા ઓવર્સિસ વિઝા કન્સલ્ટન્ટ  ઓફિસમાં કૌભાંડ થયાની ફરિયાદ નોંધાઈ છે.