અમદાવાદ : શહેરમાં રહેતા અને હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટર તરીકે કામ કરતા એક યુવકે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં એક વ્યક્તિ દ્વારા તેને મેસેજ કરવામાં આવતા હતા. આ યુવક પત્નીના ચારિત્ર અંગે અજાણ્યા નંબર પરખી ખુબ જ બિભત્સ મેસેજ આવતા હતા. પોલીસે તપાસ કરતા કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના મોટા શહેરોમાં શું છે 108 એમ્બ્યુલન્સ સેવાની સ્થિતિ? જુઓ ZEE 24 કલાકનું રિયાલિટી ચેક


મેસેજ કરનારો વ્યક્તિ ટ્યુશનનો સંચાલક જ નિકળ્યો હતો. ટ્યુશન સંચાલક 35 વર્ષીય કલ્પેશ કુમાર વાસુદેવ જોશીએ પહેલા ટ્યુશન ક્લાસીસ લેતા શિક્ષિકાને ટ્યુશન ક્લાસ લેવા જવાનું બંધ કરી દેતા તેને આર્થિક નુકસાન થવા લાગ્યું હતું. શિક્ષિકાએ ટ્યુશન ક્લાસમાં જવાનું બંધ કરતા સંચાલકને આર્થિક નુકસાન થયું હતું. જેથી તેણે મહિલાને બદનામ કરવાના ઇરાદે તેણે એક વિદ્યાર્થીના ફોન પરથી આ મેસેજ કર્યા હતા. જો કે સાયબર ક્રાઇમ પોલીસે બિભત્સ મેસેજ મોકલનાર વ્યક્તિને ઝડપી લીધો હતો. 


વલસાડમાં કોરોનાનું સંકટ હાલ પૂરતુ ટળ્યું, હોસ્પિટલમાં નવા 400 બેડ ઉમેરાયા


પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી કલ્પેશ તેના ટ્યુશનનાં વિદ્યાર્થીના ફોનમાંથી બિભત્સ મેસેજ અને ફોટા મોકલ્યા હતા. હાલ ગુનામાં વપરાયેલો મોબાઇલ કબ્જે લેવામાં આવ્યો છે. આરોપી બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ પોતાનાં ગામ મક્તુપુરામાં ટ્યુશન ક્લાસ ચલાવે છે. સિધ્ધપુરમાં રેડીમેડનો ધંધો પણ કરે છે. 


ઊંધા સૂઈ જવાનો આ નુસ્ખો કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ ફટાફટ વધારી દેશે


23 વર્ષીય યુવક યુવક શાહીબાગ ખાતે પોતાનાં 23 વર્ષીય યુવક મોટા ભાઇ તથા માં સાથે રહે છે. શહેર બહાર એક હોસ્પિટલમાં તે ડોક્ટર તરીકે ઇન્ટર્ન તરીકે નોકરી કરે છે. તેમનો ભાઇ શહેરની એક સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવે છે. ચારેક વર્ષ અગાઉ આ યુવકનાં લગ્ન થયા હતા. જો કે પત્ની પિયરમાં રહેતી હતી. 15 માર્ચે એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં તેની પત્નીનાં બિભત્સ પ્રકારની તસ્વીરો હતી. સાથે લખ્યું હતું કે, "હું મેડમના સ્ટુડન્ટનો ભાઇ બોલુ છું". તમારી પત્ની જાહેર વાઇફ છે અને એન્જોય વિથ સેકન્ડ પીસ જેવા બિભત્સ પ્રકારનાં અનેક શબ્દો કર્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube