AMC ના ડે.કમિશનર પર હુમલા મામલે મોટા સમાચાર; 5 આરોપીની અટકાયત, 11ની શોધખોળ ચાલુ
Ahmedabad News: અસારવામાં સિવિલ નજીક એએમસીના મધ્યઝોનના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ પર જીવલેણ હુમલાનો મામલે 9 લોકો સામે નામજોગ સહીત કુલ 16 લોકો સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસે 5 આરોપીઓની અટકાયત કરી છે.
અમદાવાદ શહેર મહાનગરપાલિકાના એક ઉચ્ચ અધિકારી પર હુમલાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. સિવિલ નજીક દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે દબાણ દૂર કરતી ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગંભીર નોંધ લીધી અને કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ પણ અપાયા. અત્યાર સુધીમાં 5 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
દબાણ ટીમ પર હુમલા મામલે 5ની અટકાયત
અસારવામાં સિવિલ નજીક એએમસીના મધ્યઝોનના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ પર જીવલેણ હુમલાનો મામલે 9 લોકો સામે નામજોગ સહીત કુલ 16 લોકો સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસે 5 આરોપીઓની અટકાયત કરી છે. જેમના નામ કનુ ઠાકોર, નરેશ રાવત, અંકિત ઠાકોર, જગદીશ ઝાલા અને સંદીપ મરાઠે છે. આરોપીઓએ લારીઓના દબાણ દૂર કરવાની કાર્યવાહી થતા હુમલો કર્યો હતો. આ 5 આરોપીઓ ઉપરાંત અન્ય 11 આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube