ઝી મીડિયા બ્યુરો: સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. સુરતના સચિવન વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે. તેમજ ગાડીના કાચ પણ તોડ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયમાં વાયપલ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિત મુજબ, સુરતના સચિવ વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દારૂના નશામાં ત્યાં આવી પહોંચ્યા હતા અને ત્યાં ધમાલ મચાવતા ત્યાં ગાડીઓના કાચ તોડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન પ્રસંગમાં આવેલી એક મહિલા સાથે ઝગડો થયો હતો અને તેની અદાવત રાખી અસમાજિક તત્વો ત્યાં આવી પહોંચી હતી.


આ પણ વાંચો:- SURAT: યુવક અને યુવતી વચ્ચે બોયફ્રેન્ડ બાબતે માથાકૂટ, પછી યુવકે જે કર્યું તે...


ત્યારે આ અસમાજિક તત્વો દ્વારા મહિલાને ટાર્ગેટ કરી તેની પર હુમલો કરવામાં આવ્યો હતો અને એક કારની તોડફોડ પણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં બેખોફ અસમાજિક તત્વોને પોલીસનો કોઈ ભય ન હોય તેવું જોવા મળી રહ્યું છે.


આ પણ વાંચો:- વડોદરાની આ હોસ્પિટલે કર્યો સરકારને લૂંટવાનો પ્રયાસ, સંચાલકોને ડીડીઓનું તેડું


ત્યારે આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા આ અસમાજિક તત્વોના ટોળાને તપાસ હાથ ધરવામાં આવી છે અને આ અંગે વધુ કાર્યવાહી શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube