SURAT: યુવક અને યુવતી વચ્ચે બોયફ્રેન્ડ બાબતે માથાકૂટ, પછી યુવકે જે કર્યું તે...

શહેરના નાનપુરા ખાતે આવેલી ઓનલાઇન દુકાનમાં કામ કરતી યુવતીને તેના સહકર્મચારી સાથે બોયફ્રેંડ મામલે કોઇ વાત કરતા માથાકુટ થઇ હતી. જેથી બદલો લેવા યુવકે યુવતીની નવી મોપેડ ચોરી લીધી હતી. આ મુદ્દે યુવતીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે મોપેડ તો શોધી કાઢ્યું અને યુવકની પણ અટકાયત કરી હતી. 
SURAT: યુવક અને યુવતી વચ્ચે બોયફ્રેન્ડ બાબતે માથાકૂટ, પછી યુવકે જે કર્યું તે...

સુરત : શહેરના નાનપુરા ખાતે આવેલી ઓનલાઇન દુકાનમાં કામ કરતી યુવતીને તેના સહકર્મચારી સાથે બોયફ્રેંડ મામલે કોઇ વાત કરતા માથાકુટ થઇ હતી. જેથી બદલો લેવા યુવકે યુવતીની નવી મોપેડ ચોરી લીધી હતી. આ મુદ્દે યુવતીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે મોપેડ તો શોધી કાઢ્યું અને યુવકની પણ અટકાયત કરી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. પોલીસ અને તંત્ર જાણે નિષ્ફળ સાબિત થઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે એક જ ઓફીસમાં કામ કરતા યુવક યુવતી વચ્ચે બોયફ્રેંડ મામલે માથાકુટ થઇ હતી. જેના કારણે ઝગડાની અદાવત રાખીને શારીફ શેખે 12 મેના રોજ યુવતીની મોપેડની ચોરી કરી હતી. 

શારીફે મોપેડ ચોરી કર્યા પછી પાછો ઓફીસે આવી યુવતી સાથે મોપેડની શોધખોળ આદરી હતી. મોપેડ ન મળતા યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી. કોઇને શંકા ન જાય તે માટે મોપેડ ગભેણી ચાર રસ્તા નજીક મુકી દીધું હતું. યુવતી બોયફ્રેંડ સાથે વાત કરે તે શારીફને ગમતું નહોતું. જે બાબતે બંન્ને વચ્ચે માથાકુટ થઇ હતી. જેનો બદલો લેવા યુવકે આ કારસ્તા કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news