અસામાજિક તત્વોએ યુવાનને જાહેરમાં ઢોર માર માર્યો, વીડિયો થયો વાયરલ
સુરત શહેરમાં અસામાજિક તત્વોને હવે પોલીસનો કોઈ જ ખોફ ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. સુરતના અમરોલી વિસ્તારમાં હની ટ્રેપમાં ફરિયાદ કરનારા એક વ્યક્તિને 8થી 10 લોકોએ જાહેરમાં માર માર્યો હતો
ચેતન પટેલ, સુરત: સુરત શહેરમાં અસામાજિક તત્વોને હવે પોલીસનો કોઈ જ ખોફ ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. સુરતના અમરોલી વિસ્તારમાં હની ટ્રેપમાં ફરિયાદ કરનારા એક વ્યક્તિને 8થી 10 લોકોએ જાહેરમાં માર માર્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો બીજી તરફ ભોગ બનનાર વેપારીએ સમગ્ર મામલે પોલીસ કમિશ્નર કચેરીનું શરણું લીધું હતું.
આ પણ વાંચો:- ભાજપનું સદસ્યતા અભિયાન પુરજોશમાં, હવે આ ગુજરાતી કલાકારો BJPમાં જોડાયા
અમરોલી વિસ્તારમાં અગાઉ મહિલા વકીલ, યુવતીઓ સહિતની ટોળકીઓ દ્વારા યુવકોને ફસાવીને રૂપિયા પડાવાતા હતાં. આ કેસમાં ફરિયાદી કિશોર વિનુ ઈસામલિયા દ્વારા આરોપી કિશોર હિંમત ઈસામલીયા સહિતના સામે ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. આ ઘટનાને લઈને સોમવારે રાત્રે કિશોર વિનુ ઈસામલિયાને તેના ઘર નજીક જ અમરોલી સાયણ રોડ લોયાધામ સોસાયટીની સામે માર મારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:- કચ્છમાં ભારે વરસાદ બાદ 80 ગામમાં અંધારપટ, ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો
સ્થાનિકોએ કિશોર વિનુને બચાવી લીધો હતો. બાદમાં આ વીડિયો સ્થાનિકોએ ઉતાર્યો હોવાથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સમગ્ર કેસમાં અમરોલી પોલીસને કોઈ જ જાણ ન હોવાનું જાણવા મળ્યું હતું. તો બીજી તરફ ફરિયાદીએ સમગ્ર મામલે પોલીસ કમિશ્રર કચેરીનું શરણું લીધું હતું અને ન્યાયની માંગ કરી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે મહિલાએ હનીટ્રેપમાં ફસાવી 4 લાખ જેટલા રૂપિયા પણ પડાવી લીધા હતા.
આ પણ વાંચો:- ઉન્નાવ ગેંગરેપ કેસ: પીડિતાની કારને ટક્કર મારનાર બંને આરોપીઓના કરાશે નાર્કોટેસ્ટ
આ ઘટનાને લઈને સુરતના વરાછા પોલીસ મથકમાં અગાઉ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે અગાઉ આરોપી કિશોર ઇસમલીયાની ધરપકડક કરી હતી. જયારે મહિલા વકીલ આગોતરા લઈને હાજર થઇ હતી. પરંતુ આ મામલે ફરી એક વખત મારામારી થતા મામલો બીચકયો હતો અને ફરિયાદીએ સુરત પોલીસ કમિશ્નર કચેરીનું શરણું લીધું હતું અને સમગ્ર મામલે ન્યાયની માંગ કરી હતી.
જુઓ Live TV:-