સુરતમાં અસામાજિક તત્વોનો આતંક, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
સુરતમાં અસામાજિક તત્વોનો ફરી આતંક જોવા મળ્યો છે. ઉમરવાડા વિસ્તારમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. રાત્રી દરમિયાન ખુલ્લેઆમ તલવાર લઇ આંતક મચાવવામાં આવ્યો હતો. 20 જેટલા અસામાજિક તત્વોએ લોકોમાં ભય ઉભો કરવા ખુલ્લી તલવાર લઇ જોવા મળ્યા હતા.
ચેતન પટેલ, સુરત: સુરતમાં અસામાજિક તત્વોનો ફરી આતંક જોવા મળ્યો છે. ઉમરવાડા વિસ્તારમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. રાત્રી દરમિયાન ખુલ્લેઆમ તલવાર લઇ આંતક મચાવવામાં આવ્યો હતો. 20 જેટલા અસામાજિક તત્વોએ લોકોમાં ભય ઉભો કરવા ખુલ્લી તલવાર લઇ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો:- યુવતિને પ્રેમજાળમાં ફસાવી બનાવી હવસનો શિકાર, કોર્ટે આરોપીના બે દિવસના મંજૂર કર્યા રિમાન્ડ
અસામાજિક તત્વો સામે અવાજ ઉઠાવતા લોકોને ડરાવવા તેમજ ધમકાવવાનું કૃત્ય સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કાયદા-વ્યવસ્થાના લિરેલીરા ઉડતા જોવા મળી રહ્યાં છે. કર્ફ્યૂના સમય દરમિયાન ઘટના બનતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube