કાયદાનો નથી રહ્યો ડર! અસમાજીક તત્વોએ પાર્લરમાં તોડફોડ કરી આતંક મચાવ્યો, ફરિયાદીએ લગાવ્યો મોટો આરોપ
શાહીબાગ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં ઘૂંટણિયે બેઠેલા બંને આરોપીઓના નામ કિશન વિહોલ અને રવિ વિહોલ છે અને બંને સગ્ગા ભાઈ છે. બંને આરોપીઓ અસારવા ખોળી દાસની ચાલીમા રહે છે.
ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે. અસારવા વિસ્તારમાં આવેલ શાહીબાગ પોલીસ સ્ટેશનની ડીસ્ટાફ ઓફિસની માત્ર 200 મીટર દૂર અસામાજિક તત્વોએ આઈસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો.
BIG NEWS: તલાટી પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ સમાચાર, જાણો ક્યારથી ડાઉનલોડ થશે કોલ લેટર
સીસીટીવીમાં બેફામ બનેલા અસમાજિક તત્વોના આંતકમાં હાથમાં લાકડીઓ, ડંડા અને પાઇપો લઈને આઈસ્ક્રીમ પાર્લરમાં બેફામ રીતે તોડફોડ કરતા આરોપીઓની ગણતરીના કલાકોમાં પોલીસે શાન ઠેકાણે લાવી દીધી છે. શાહીબાગ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં ઘૂંટણિયે બેઠેલા બંને આરોપીઓના નામ કિશન વિહોલ અને રવિ વિહોલ છે અને બંને સગ્ગા ભાઈ છે. બંને આરોપીઓ અસારવા ખોળી દાસની ચાલીમા રહે છે.
સુદાનમાં ફસાયેલા 38 ગુજરાતીઓ મામલે મોટા સમાચાર, હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન
સમગ્ર ગુનાની વિગતવાર વાત કરીએ તો ફરિયાદી કૈલાસ ભાઈ ઘણા વર્ષોથી ખોળી દાસની ચાલીની બહાર આઈસ્ક્રીમનો વેપાર કરે છે. આરોપીઓ દારૂના અડ્ડો બંધ કરવા માટે ફરિયાદી એ પોલીસ સમક્ષ અનેક અરજીઓ કરી હતી. જેની અદાવત રાખીને આરોપી કિશન અને રવિ એ તેના બીજા બેથી ત્રણ જેટલા સાગરીતો સાથે મળીને વેપારીની દુકાન અને ઘરમાં લાકડીઓ, દંડા, અને પાઇપો વડે તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા.
ગુજરાતમાં મુકાયું કોન્ડોમ વેન્ડિંગ મશીન! QR કોડ સ્કેન કરી મનપસંદ ફ્લેવરની ખરીદી કરો
ફરિયાદીનું કહેવું છે અગાઉ પણ આ આરોપીઓએ દુકાન પર પથ્થરમારો કર્યો હતો. ત્યારે આરોપીઓ આ આંતકની દહેશતમાં જીવી રહેલા વેપારી અને પરિવારજનો કડક સજાની માંગ કરી રહ્યા છે.
ગુજરાતમાં આગામી બે દિવસ વાવાઝોડા સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં વરસાદ શરૂ
જોકે હાલ તો પોલીસે બંને આરોપીઓ ભાઈઓને ઝડપી પાડી અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ અહીંયા સવાલ પોલીસની કામગીરી પર થઈ રહ્યા છે કે ડી સ્ટાફ ઓફિસનું માત્ર 200 મીટર દૂર આ ઘટના બની હોવા છતાં ફરિયાદીને કંટ્રોલ મેસેજ કરવો પડે છે.