હદ થઈ ગઈ! શું કરી રહી છે ગુજરાત પોલીસ? સુરતમાં દંપતી પર આવો તે કંઈ જુલમ હોતા હશે!
સુરતમાં અસામાજિક વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. 7 માસ પહેલા રૂપિયા ચૂકવી દીધા છતાં સુરતના કતારગામ ખાતે રહેતા દંપતીને જાહેરમાં બેરહમી પૂર્વક માર મારવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
સંદીપ વસાવા/કડોદરા: સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે અસામાજિક વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. 7 માસ પહેલા રૂપિયા ચૂકવી દીધા છતાં સુરતના કતારગામ ખાતે રહેતા દંપતીને જાહેરમાં બેરહમી પૂર્વક માર મારવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
લાકડાના સપાટા અને લોખંડના પાઇપ વડે કર્યો હુમલો
સુરત ગ્રામ્ય વિસ્તારમાં દિવસે દિવસે અસામાજિક તત્વોનો આતંક માઝા મૂકી રહ્યો છે. છાશવારે અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સુરત ગ્રામ્યના પલસાણા તાલુકાના કડોદરા જીઆઈડીસી પોલીસ મથક હદમાં આવતા તાતીથૈયા જીઆઈડીસીમાં સામે આવી છે. સુરતના કતારગામ રહેતા દંપતી પોતાના મિત્ર અને પત્ની સાથે પલસાણાના હલદરૂ ગામે જઈ રહ્યા હતા. દરમ્યાન તાતીથૈયા ગામ પાસે રોડ પર નર્સરીમાં તુલસીના છોડ લેવા માટે ઉભા રહ્યા હતા તે સમયે એક સ્કોડા અને એક વરના કારમાં આવેલ ચાર જેટલા ઈસમો દંપતી પર તૂટી પડ્યા હતા અને લાકડાના સપાટા અને લોખંડના પાઇપ વડે જાહેરમાં બેરહમી પૂર્વક માર મારવામાં આવ્યા હતા.
આરોપી સામે નરમ વલણ
જોકે દંપતીના મિત્ર અને પત્ની છોડાવવા વચ્ચે પડ્યા હતા અને સ્થાનિકો આવી જતા ચારેય હુમલાખોર અસામાજિક તત્વો ઘટના સ્થળ પરથી ભાગી છુટયા હતા. જોકે પત્ની દિવ્યા બેન દ્વારા પોલીસ સામે ગંભીર આક્ષેપ કરાયા હતા કે પોલીસ દ્વારા આ મામલે આરોપી સામે નરમ વલણ દાખવવામાં આવી રહ્યું છે. જેને લઈને જ પંચના માટે ઘટના સ્થળ પર માટે મુકેલી કાર પર આરોપીઓ લઈને ફરાર થઇ ગયા હતા. તેમજ તેઓને હજી પણ આરોપી તરફ ધમકીઓ મળી રહી છે. જેને લઈને તેઓ હજી પણ ભયના ઓથા હેઠળ જીવવા મજબુર બન્યા છે. જેને પગલે આરોપીઓને હવેલી તકે ઝડપી લેવા ન્યાયિક માંગ કરી રહ્યા છે.
અસામાજિક તત્વો હારેલા પૈસા 6 લાખ જેટલું વ્યાજ માંગતા
જોકે ઘટના ની જાણ પોલીસ ને કરતા પોલીસ ઘટના સ્થળે પોહચી હતી અને બંને દંપતીની પૂછપરછ કરતા સમગ્ર ઘટનાની હકીકત બહાર આવી હતી. સુરતના કતારગામ ખાતે રહેતા અમિત મશરૂ સાત માસ પહેલા જુગાર માં પૈસા હારી ગયો હતો. જોકે અમિત મશરૂ હારેલા પૈસા અને કાર બાકી લેણામાં જમા કરાવી દીધા હતા. જોકે આ અસામાજિક તત્વો હારેલા પૈસા 6 લાખ જેટલું વ્યાજ માંગતા હતા.
ચારેય આરોપીઓની શોધખોળ શરૂ
પૈસા બાબતે અગાઉ માર મારવાની ધમકી પણ આપી ચુક્યા હતા. ઘટના દિવસે પૈસા મંગનાર ગોપાલ ઉલવા અને મહેશ ઉલવા અન્ય એ ઈસમો સાથે એક સ્કોડા અને એક વરના કારમાં આવ્યા હતા અને અમિત મશરૂ અને પત્ની દિવ્યા મશરૂ પર તૂટી પડ્યા હતા. ઘટનામાં પતિ-પત્ની બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી. હાલ પોલીસ ફરિયાદના આધારે ચારેય આરોપીઓની શોધખોળ કરી રહી છે.