સરવેનું હકારાત્મક પરિણામ, વેક્સીન લીધા બાદ તબીબોમાં વિકસી એન્ટીબોડી
કોરોના વેક્સીન લેનારાઓને પણ કોરોના થઈ રહ્યો છે, તેવા કિસ્સા સામે આવી રહ્યાં છે. જોકે, આ મામલે એન્ટીબોડી જનરેટ થઈ છે કે નહિ તે જોવુ બહુ જ મહત્વનું છે. ત્યારે કોરોના વેકસીન મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોરોનાની વેક્સીન લેનાર તબીબોમાં એન્ટીબોડી વિકસી કે નહિ તે મામલે કરાયેલા અભ્યાસમાં હકારાત્મક પરિણામો સામે આવ્યા છે.
અતુલ તિવારી/અમદાવાદ :કોરોના વેક્સીન લેનારાઓને પણ કોરોના થઈ રહ્યો છે, તેવા કિસ્સા સામે આવી રહ્યાં છે. જોકે, આ મામલે એન્ટીબોડી જનરેટ થઈ છે કે નહિ તે જોવુ બહુ જ મહત્વનું છે. ત્યારે કોરોના વેકસીન મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોરોનાની વેક્સીન લેનાર તબીબોમાં એન્ટીબોડી વિકસી કે નહિ તે મામલે કરાયેલા અભ્યાસમાં હકારાત્મક પરિણામો સામે આવ્યા છે.
CME ઇન્ડિયા તરફથી 556 જેટલા વેક્સીન લઈ ચૂકેલા તબીબોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. દેશના જુદા જુદા ભાગમાં વેક્સીન લેનાર અલગ અલગ તબીબોમાં વેકસીન લીધા બાદ એન્ટીબોડીનું પ્રમાણ ચકાસવામાં આવી રહ્યું છે. આ અભ્યાસથી કોવિશિલ્ડ અને કોવેક્સીન લીધા બાદ એન્ટીબોડી કેટલી વિકસી તેની માહિતી મળી રહી છે. અભ્યાસ અંતર્ગત HCG હોસ્પિટલમાંથી 12 તબીબોએ એન્ટીબોડી માટે સેમ્પલ આપ્યા હતા. HCG ના તમામ તબીબોએ વેક્સીનનો પહેલો ડોઝ 21 જાન્યુઆરીએ લીધો હતો. તેના બાદ એન્ટીબોડી માટે પ્રથમ સેમ્પલ 18 ફેબ્રુઆરીએ તબીબોએ આપ્યું હતું. તમામ તબીબોના એન્ટીબોડી રિપોર્ટ પ્રથમ ડોઝ બાદ પોઝિટિવ આવ્યા હતા. તબીબોએ કોરોનાના વેક્સીનનો બીજો ડોઝ 18 ફેબ્રુઆરી સુધી લીધો હતો. બંને ડોઝ લીધા બાદ પણ તબીબોએ એન્ટીબોડી ચેકઅપ કરાવ્યું હતું.
આ પણ વાંચો : ગુજરાતમાં દર 2 મિનિટે 3 લોકો કોરોનાના શિકાર થઈ રહ્યાં છે, સરકારની ચિંતા વધી
જોકે, બંને વેક્સીન લીધા બાદ પરિણામ એ આવ્યું કે, HCG ના તબીબોમાં વેકસીન લીધાના એક મહિના બાદ એન્ટીબોડી 50 જેટલી જોવા મળી, જ્યારે કે બીજો ડોઝ લીધાના 3 અઠવાડિયા બાદ 90 સુધી જોવા મળી છે. જેમને કોરોના થયો હતો અને વેક્સીન લીધી, તેમનામાં એન્ટીબોડી 400 જેટલી જોવા મળી. 15 ની ઉપર એન્ટીબોડી આવે તો તેને પોઝિટિવ માનવામાં આવે છે. વેક્સીન લીધી એ પહેલાં આ 12 માંથી કેટલાક તબીબોનો એન્ટીબોડી રિપોર્ટ આવ્યો હતો. નેગેટિવ પરંતુ વેક્સીન લીધા બાદ તમામના એન્ટીબોડી રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એન્ટીબોડી 15 થી ઉપર આવે છતાંય જો કોરોના થાય છે તો જે પ્રમાણે કેસો જોવા મળી રહ્યા છે, તેમાં દર્દીને ઓક્સિજન કે ICU માં સારવારની જરૂર નથી પડી રહી. એન્ટી સ્પાઈક IGG એન્ટીબોડી ટેસ્ટ કરાવીને એન્ટીબોડી અંગે ખ્યાલ આવી શકે છે, બ્લડ સેમ્પલના માધ્યમથી આ રિપોર્ટના પરિણામ મળી રહે છે.
આ પણ વાંચો : ઓખા-માધવપુરનો હવે ‘જમાનો’ આવશે, સૌરાષ્ટ્રનાં 7 ટાપુ આંદમાન-નિકોબારને ટક્કર આપશે તેવા બનાવાશે
CME ઇન્ડિયા તરફથી કરાઈ રહેલા આ અભ્યાસના સંપૂર્ણ પરિણામો ટૂંક સમયમાં જાહેર કરાશે. આ તમામ તબીબોના વેકસીન લીધાના 3 મહિના અને 6 મહિના બાદ પણ સેમ્પલ લઈ એન્ટીબોડી રિપોર્ટના પરિણામોની ચકાસણી પણ કરાશે.