વલસાડ : ગૌતસ્કરોનો ત્રાસ ફરી એકવાર વધી ગયો હોય તેવું લાગી રહ્યું છે. વલસાડના છીપવાડ વિસ્તારમાં રસ્તા ફરી રહેલી એક ગાયને તસ્કરોએ ખુબ જ ક્રૂરતા પૂર્વક રંજાડી હતી અને ત્યાર બાદ કારની ડીકીમાં ભરીને ફરાર થઇ ગયા હતા. ગૌતસ્કરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. હાલ ગૌતસ્કરોની ક્રૂરતાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં ગૌતસ્કરીના બનાવો અવાર નવાર બનતા રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તસ્કરો જાહેરમાં બેઠેલા ગૌવંશે નિશાન બનાવે છે. ક્રૂરતાપૂર્વક વાહનોમાં ભરીને વારંવાર ફરાર થઇ જાય છે. આ મુદ્દે પોલીસ દ્વારા યોગ્ય દિશામાં તપાસ ચલાવાઇ રહી છે. જો કે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો આ સમગ્ર મામલે મોટુ કૌભાંડ પ્રકાશમાં આવી શકે છે. જો કે પોલીસ કોઇ પણ કારણોસર આ મુદ્દે ક્યારેય ઉંડી તપાસ કરતી નથી. ઉપરાંત જ્યારે પણ હોય ત્યારે સામાન્ય કાર્યવાહી કરીને સંતોષ માની લેતી હોય છે. જો કે સમગ્ર ગેંગ કે ષડયંત્ર પકડવાનો પ્રયાસ કરવામાં નથી આવતો. 


વલસાડ શહેરના છીપવાડ વિસ્તારમાં હનુમાનજી મંદિર નજીક જાહેર રસ્તા પર બેસેલી બે ગાયોને મોડીરાત્રે ગૌતસ્કરોએ નિશાન બનાવી હતી. કાર લઇને આવેલા ગૌતસ્કરોએ પહેલા બંન્ને ગાયોને ઇન્જેક્શન દ્વારા બેહોશ કરી નાખી હતી. ત્યાર બાદ બંન્ને ગાયોને ઘસડીને ગાડીની ડિકિટમાં ક્રૂરતાપુર્વક ભરી લીધી હતી. ગણતરીની મિનિટોમાં જ જાણે કાંઇ પણ બન્યું ન હોય તે પ્રકારે ફરાર થઇ ગયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube