મહિલાઓ-યુવતીઓ સામે હસ્તમૈથુન કરી યુવકે વિકૃતિની હદ વટાવી, અમદાવાદ મેટ્રોનો VIDEO વાયરલ થતા મહિલાઓની સુરક્ષા સામે સવાલ!

અમદાવાદની મેટ્રો ટ્રેનમાં શરમજનક ઘટના બની હતી. ખીચોખીચ ભરેલી મેટ્રો ટ્રેનમાં એક યુવકે મહિલા અને યુવતીઓની સામે જ હસ્તમૈથુન કર્યું હતું. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ ઘટના બાદ વસ્ત્રાપુર પોલીસે  અશ્લીલ હરકત કરતા યુવકની અટકાયત કરી છે.

મહિલાઓ-યુવતીઓ સામે હસ્તમૈથુન કરી યુવકે વિકૃતિની હદ વટાવી, અમદાવાદ મેટ્રોનો VIDEO વાયરલ થતા મહિલાઓની સુરક્ષા સામે સવાલ!

ઝી બ્યુરો/અમદાવાદ: દિલ્હી મેટ્રોમાંથી અશ્લીલ હરકતોની ઘટનાઓમાં તો સમયાંતરે સામે આવતી જ હોય છે, ત્યારે તાજેતરમાં ટ્રાફિકથી ભરચક અમદાવાદની મેટ્રો ટ્રેનમાં એક યુવક દ્વારા હસ્તમૈથુન કરવામાં આવતું હોવાનો વિડીયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં હાલ આ વીડિયો જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. હેરાન કરી મુકતી વાત એ છે કે ગુજરાતમાં મહિલા સુરક્ષાની વાતો જોરશોરથી કરવામાં આવે છે, ટ્રેન અને સ્ટેશન પર ઠેકઠેકાણે સીસીટીવી કેમેરા હોય છે છતાં મહિલાઓની સુરક્ષા કરવામાં ક્યાંકને ક્યાંક તંત્રનો પન્નો ટૂંકો પડી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.

અમદાવાદ મેટ્રોમાં દિલ્હીની માફક અશ્લીલ હરકતો
ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અમદાવાદ મેટ્રોમાં દિલ્હીની માફક અશ્લીલ હરકતો થઈ છે. દરરોજ મેટ્રોના અનેક વીડિયો સામે આવતા હોય છે, ત્યારે અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરનારા દરેક મુસાફરો અને મહિલાઓ શરમજનક સ્થિતીમાં મુકાય એવું દ્રશ્ય પહેલીવાર સામે આવ્યું છે. ભીડભાડવાળી અમદાવાદ મેટ્રોની અંદર ખુલ્લેઆમ થઈ રહેલી આવી કરતૂતોને સામાન્ય મુસાફરોને સફર કરવી મુશ્કેલ થઈ ગયું હોય એવું જણાઈ રહ્યું છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) November 28, 2024

અમદાવાદ મેટ્રોમાં યુવકે વિકૃતિની તમામ હદો વટાવી
આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો અમદાવાદ મેટ્રો ટ્રેનમાં એક યુવકે વિકૃતિની તમામ હદો વટાવી દીધી છે. આખી ટ્રેન મહિલા, યુવતીઓ અને જેન્ટ્સથી ભરેલી હોવા છતાં આ યુવક બિન્ધાસ્ત હસ્તમૈથુન કરતો નજરે પડી રહ્યો છે. જેનો વીડિયો પણ સામે આવતા લોકો શરમ અનુભવી રહ્યા છે. અમદાવાદ મેટ્રો રેલને ચાલું થયે હજું ગણતરીના જ વર્ષ થયા છે તેવામાં જો આ સ્થિતિ છે તો આગળનું ભવિષ્ય શું હશે? અમદાવાદમાં બનેલા આ પ્રકારની ઘટનાએ ફરી મહિલા સલામતી સામે પ્રશ્ન ઉભો કરી દીધો છે. 

યુવતીઓ અને મહિલાઓ સામે યુવકે જાહેરમાં હસ્તમૈથુન કર્યું
અમદાવાદ મેટ્રો હવે દિલ્હીની મેટ્રો જેવી બની ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે છે. કાલુપુર મેટ્રો સ્ટેશનથી ઊપડેલી મેટ્રો ટ્રેન નંબર- TEB0008ના L/4 કોચમાં અનેક યુવતીઓ અને મહિલાઓ હતી, તેમ છતાં કોચમાં બેઠેલો એક યુવકે જાહેરમાં અશ્લિલ ચેનચાળા કરવા લાગ્યો હતો. આ ચેનચાળાને આસપાસમાં બેઠેલા અન્ય યુવકોએ ધ્યાનથી જોતા નજરે પડ્યું હતું કે કોઈ હોસ્પિટલનો કર્મચારી લાગતો આ યુવાન હસ્તમૈથુન કરતો હતો. 

ટોક્યા પછી પણ ના અટક્યો
આ ઘટના જોયા પછી મેટ્રો ટ્રેનમાં રહેલા જાગૃત નાગરિકોએ આ યુવકને અશ્લિલ હરકત કરતો રોકવા ઘણીવાર ટોક્યો હતો. તેમ છતાં તે માન્યો નહોતો. ટ્રેનમાં રહેલા કોઈ વ્યક્તિએ ટ્રેનમાં થતી આ ગતિવિધિને તંત્રની સામે લાવવા અને તેને રોકવા માટે તેનો વીડિયો ઉતારી થલતેજ સ્ટેશન પરના એસઆરપી જવાનને આપ્યો હતો. પણ હજુ સુધી યુવક સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી. ઉલટાનું એસઆરપી જવાને તે યુવક હસ્તમૈથુન નહીં, પણ લખાણ લખી રહ્યો હોવાનું જણાવી આખી ઘટના પર પાણી ફેરવી દીધું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news