ગુજરાતના રાજકારણમાં ઘોડા દોડ્યા! નીતિન પટેલ બન્યા ટાર્ગેટ, કોણે ફેંક્યો 1 કરોડનો પડકાર
Nitin Patel : અમિત ચાવડાએ સોશિયલ મીડિયા એક્સ પર એક વાયરલ પત્રિકાનો સ્ક્રિન શોટ શેર કર્યો છે જેમાં અમિત ચાવડાએ લખ્યુ કે, `ભાજપના પાંજરાપોળમાં મોકલેલા ઘોડાઓને ખુલ્લો પડકાર. ગુજરાત ભાજપની આંતરિક લડાઇ ચરમસીમાએ
Gujarat Politics : ગુજરાતના રાજકારણમાં હાલ બીજું કોઈ નહિ, પંરતું પૂર્વ નાયબ મુખ્યમંત્રી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. મહેસાણામાં એક સમારંભમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાજપના કાર્યકરોને રેસના ઘોડા અને કોંગ્રેસીઓને લગ્નના ઘોડા કહી કટાક્ષ કર્યો હતો. તાજેતરમાં એક કાર્યકરને ધમકી આપતાં ઓડિયો વાયરલ થતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચર્ચામાં આવ્યા હતા. ત્યારે હવે પૂર્વ APMC ડિરેક્ટરે નીતિન પટેલને ખુલ્લો પડકાર ફેંક્યો છે. આ સાથે જ પૂર્વ APMC ડિરેક્ટર બચુભાઈ પટેલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વિરુદ્ધ કરેલા આક્ષેપો ખોટા સાબિત કરી આપે એને એક કરોડનું ઇનામની પણ જાહેરાત કરી છે. આ વાયરલ પત્રિકા અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ટ્વિટ કરી છે.
ભાજપના પાંજરાપોળમાં મોકલેલા ઘોડાઓને ખુલ્લો પડકાર
ભાજપની આંતરિક લડત અંગે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કટાક્ષ કર્યો. નીતિન પટેલ સામે પડેલા કડી APMC ના પૂર્વ ડિરેક્ટર રમેશ પટેલની પત્રિકા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. પત્રિકા પોસ્ટ કરવા સાથે ચાવડાએ ભાજપની આંતરિક લડાઈ ચરમસીમાએ હોવાનું કહ્યું. અમિત ચાવડાએ ‘ભાજપના પાંજરાપોળમાં મોકલેલા ઘોડાઓને ખુલ્લો પડકાર’ એવા શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ નીતિન પટેલે કોંગ્રેસના ઘોડાઓને લગનમાં બોલાવવાને લઇ કટાક્ષ કર્યો હતો. નીતિન પટેલ સામે પત્રિકા ફરતી થતાં અમિત ચાવડાએ આંતરીક લડાઈનો કટાક્ષ કર્યો.
પોરબંદરમાં એક માળ સુધી પૂરના પાણી : રીક્ષામાં બેસેલું દિવ્યાંગ દંપતી ફસાયું, દિલધડક
પૂર્વ APMC ડિરેક્ટરે શું કહ્યું?
હું પટેલ રમેશભાઈ બચુભાઈ, પૂર્વ એપીએમસી ડિરેક્ટર,કડી ગામ-આદુંદરા, તા-કડી જાહેર ખુલાસા સાથે ૧ કરોડના ઇનામની જાહેરાત કરું છું કે...
- મેં પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વિરુદ્ધ કરેલા આક્ષેપો ખોટા સાબિત કરી આપે એને એક કરોડનું ઇનામ.
-મેં મારી ૪૯ વર્ષની ઉંમરમાં કોઈ પાસે લાંચ-રુસ્વત લીધી હોય, ચોરી,શેનારી કરી હોય, કોઇના તોડ-પાણી, બ્લેક મેઇલિંગ કે અન્ય રીતે ધમકાવીને પૈસા પડાવ્યા હોય, કોઇ હોદ્દેદારના લેટરપેડનો દુરુપયોગ કરી પૈસા પડાવ્યા હોય કે અન્ય રીતે પૈસા પડાવ્યા હોય તે સાબિત કરનારને ૧ કરોડનું ઇનામ...
-હું જેવો જાહેરજીવનમાં ઇમાનદારી, પારદર્શક અને સ્પષ્ટતાથી જીવું છું તેનું ખાનગીમાં કોઈ રહસ્ય હોય તે સાબિત કરનારને ૧ કરોડનું ઇનામ.
-અમારુ ગામ ૨૦૧૨ થી કડી વિધાનસભામાં આવ્યું ત્યારથી આજસુધી કડી ભાજપમાં સક્રિય રીતે કામ કરું છું તે દરમિયાન પાર્ટી વિરુદ્ધનું કોઈ કાર્ય કર્યું હોય કે કોઈ કાર્યકર સાથે ઉદ્ધતાઈ કે ગેરવર્તણૂક કરી હોય તે સાબિત કરનારને ૧ કરોડનું ઇનામ...
-૨૦૧૮ થી ૨૦૨૩ સુધી મારા એપીએમસીમાં ડિરેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન મેં કોઈ ભ્રષ્ટાચાર કર્યો હોય, ખેડૂતોને કે કિસાન સંઘને મદદ ના કરી હોય કે કોઈ કાર્યકર,અરજદાર કે ગામડાના સામાન્ય માણસ સાથે ગેરવર્તણૂક, ઉદ્ધતાઈ કે લાંચ લીધી હોય તે સાબિત કરનારને ૧ કરોડનું ઇનામ...
-ભાજપ સંગઠનમાં કોઈ હોદ્દો ના હોવા છતાં અગ્રેસર રહીને પાર્ટીનું કામ ના કર્યું હોય તે સાબિત કરનારને ૧ કરોડનું ઇનામ...
-2015 માં પાટીદાર અનામત આંદોલનના શરુઆતથી 2017 માં આંદોલનના અંત સુધી જ્યારે ભાજપના અન્ય નેતાઓ મોં સંતાડતા હતા એવા વખતે મેં નીતિનભાઈ પટેલ તથા ભાજપ સરકારના સમર્થનમાં ઢાલ બનીને જીવના જોખમે અસંખ્ય કાર્યક્રમો આપ્યા હતા ને સરકારના સમર્થનમાં કામ કર્યુ હતું જેના ફળની સજા આજે મને નીતિનભાઈ જેવા નેતા આપી રહ્યા છે જો તે ખોટું સાબિત કરે તેને ૧ કરોડનું ઇનામ...
-મારી પક્ષ પ્રત્યેની ફરજ,નિષ્ઠા તથા કામગીરી બાબતની જો કોઈએ ચકાસણી કરવી હોય તો જિલ્લાના સંગઠનના હોદ્દેદારો પાસે ચકાસણી કરાવી શકે છે કે આ કામગીરીના બદલામાં મેં કોઈ દિવસ કોઈ હોદ્દા માટેની વાત કે લાલચ કરી હોય એવી વાત સાબિત કરી બતાવે તેને ૧ કરોડનું ઇનામ...
-કડી તાલુકા પંચાયતમાં મારા ધર્મપત્ની પ્રમુખ બનવાના પ્રબળ દાવેદાર હોવા છતાં કડી કે મહેસાણાના કોઈ હોદ્દેદારો કે આગેવાનોને એકવાર પણ પ્રમુખ પદ માટે માંગણી કે લોબિંગ કર્યું હોય તે સાબિત કરનારને ૧ કરોડનું ઇનામ..
-પાર્ટી કે અન્ય વ્યક્તિના લાભ માટે કદાચ મારાથી જાણે નહીં પણ અજાણે ખોટું થયું હોઇ શકે પરંતુ મારા કે મારા પરીવારના સ્વાર્થ માટે મેં ખોટું કર્યું હોય તે સાબિત કરનારને ૧ કરોડનું ઇનામ...
-હું મારા વાણી, વર્તન, વિચારધારા કે રહેણીકરણીમાં સૌને સમાન માનું છું, હું સનાતન ધર્મની તમામ જાતીઓને મારો પરિવાર ગણું છું મને જાતિવાદી સાબિત કરી આપે તેને ૧ કરોડનું ઇનામ...
-મતલબ મેં આજસુધી કોઇ જ જાતના મારા સ્વાર્થ વગર રાજકારણ, સામાજિક કે ધાર્મિક દરેક ક્ષેત્રમાં પૂરી ઇમાનદારી,પ્રમાણિકતા, ખંત, નિ: સ્વાર્થ, સ્પષ્ટ વહિવટ, સ્પષ્ટ વક્તા, માનમર્યાદાથી કામ કર્યું છે જેમાં કોઇ ખોટ સાબિત કરી આપે તેને ૧ કરોડનું ઇનામ.
-આધારભૂત માહિતી વગર કોઈ વ્યક્તિ,સમૂહ કે સંસ્થા વિરુદ્ધ કોઈ જાતના આરોપ કે અફવા ફેલાવવી મારી આદત કે સ્વભાવમાં નથી જેની નોંધ લેશો.
-૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હરાવવાના હથકંડા હોય કે ૨૦૨૪ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને કડીમાંથી લીડ ઓછી મળે એવી બદનિયત કોની હતી તેની સમગ્ર માહિતી કડી ભાજપના હોદ્દેદારો તથા કાર્યકરો સારી રીતે જાણે છે. આ બંને ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારને જીતાડવા નીતિનભાઈએ એકપણ સભા કરી નથી ઉલ્ટાનું ૨૦૨૨ માં કડી વિધાનસભામાં ભાજપને હરાવવા કોંગ્રેસના નેતાઓ સાથે એમના મળતિયાઓએ સાંઠગાંઠ કરેલ તથા ચૂંટણી ફંડ આપ્યું હોઇ શકે તેની તપાસ થવી જોઈએ.
-કડી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો તથા કડીના પાર્ટીને આર્થિક મદદ કરતા દાનવીરો હાલ નીતિનભાઈ પટેલના ભયના ઓથા તળે ડરીને કામગીરી કરી રહ્યા છે એની તપાસ પાર્ટીએ કરાવવી જોઇએ.
પોરબંદરમાં પૂર જેવી સ્થિતિ, કેટલીક ટ્રેન રદ તો કેટલીક રિશિડ્યુલ કરાઈ, આ રહ્યું લિસ્ટ