આશ્કા જાની, અમદાવાદ: દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ આ બધા વચ્ચે કોવિડ-19 દર્દીઓ અને મહામારીથી સાજા થઈ ચૂકેલા લોકોમાં વધી રહેલા મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના જોખમે ચિંતા વધારી દીધી છે. ત્યારે રાજ્યના સરકારી હોસ્પિટલોમાં મ્યુકોરમાઈકોસિસ (Mucormycosis) ના દર્દીઓની સારવાર ન કરાતી હોવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત હાઇકોર્ટમાં અરજદારે રજૂઆત કરી છે કે હાઇકોર્ટે લીધે સુઓમોટો અરજી આ મુદ્દે સાંભળવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓની યોગ્ય સારવાર કરવામાં આવતી નથી તેમજ દવાઓ અને નિષ્ણાંત તબીબોનો અભાવ છે. મ્યુકોરમાઈકોસિસ (Mucormycosis) ના દર્દીઓને સરકારી હોસ્પિટલો અધવચ્ચે ડિસ્ચાર્જ કરી દે છે. સરકારી હોસ્પિટલનું વલણ ગેરબંધારણીય છે. આ અંગે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. 

Police ના માસ્ટર પ્લાનમાં ફસાયા યુવક-યુવતી, કરતા હતા રેમડેસિવિર ઇંજેક્શનની કાળાબજારી


રવિવારે સીએમના અધ્યક્ષસ્થાને રાજ્યમાં વધતા જતા મ્યુકોરમાઇકોસિસ રોગના નિયંત્રણ અને સારવાર માટેની બેઠક યોજાઈ હતી.સરકાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડ શરૂ કરાશે. સાથે જ મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે રૂ.3 કરોડ 12 લાખના ખર્ચે એમ્ફોટિસીરીન B 50 Mgના 5000 ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપી દેવાયો છે. સમગ્ર રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના આવા 100થી વધારે કેસો નોંધાયા છે.


મ્યુકોરમાઈકોસિસ (Mucormycosis) શું છે? 
મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસ એક ખુબ જ દુર્લભ સંક્રમણ છે. તે મ્યુકર ફૂગના કારણએ થાય છે જે સામાન્ય રીતે માટી, છોડ, ખાતર, સડેલા ફળ અને શાકભાજીમાં જોવા મળે છે. નીતિ આયોગના સભ્ય વી કે પોલના જણાવ્યાં મુજબ હવે કોવિડ-19ના અનેક દર્દીઓમાં ફંગસ ઈન્ફેક્શનની ફરિયાદો જોવા મળી છે. આ ફંગસ ઈન્ફેક્શનને બ્લેક ફંગસ એટલે કે (Mucormycosis) કહે છે. આ ફંગસ મોટાભાગ ભીની સપાટી પર જ થાય છે. 

આજથી ડ્રાઇવ ઇન સિનેમામાં પણ ડ્રાઇવ થ્રૂ વેક્સીનેશન, 1 KM લાંબી લાઇનો લાગી


આ બ્લેક ફંગસના લક્ષણો કયા છે?
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસની ઓળખ તેના લક્ષણોથી થઈ શકે છે. જેમાં નાક બંધ થઈ જવું, નાક કે આંખની આજુબાજુ દુખાવો કે લાલ થઈ જવું, તાવ, માથાનો દુ:ખાવો, ઉધરસ, શ્વાસ ચડવો, લોહીની ઉલટી, માનસિક રીતે અસ્વસ્થ થવું અને કન્ફ્યૂઝનની સ્થિતિ સામેલ છે. 

દર્દીઓની સંખ્યા ઘટી બેડ થયા ખાલી, સિવિલના 50 પ્રોફેસર સહિત 1050 સ્ટાફ કોરોના ડ્યૂટીથી થયો મુક્ત


બ્લેક ફંગસનું સંક્રમણ કેવી રીતે થાય છે?
બ્લેક ફંગસનો સૌથી વધુ ખતરો શુગરના દર્દીઓને રહેલો છે અને અનિયંત્રિત શુગરવાળા લોકોને થઈ શકે છે. આ ઉપરાંત સ્ટેરોઈડના ઉપયોગથી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવાથી, લાંબા સમય સુધી આઈસીયુમાં રહેવાથી, કોઈ ગંભીર બીમારીથી પીડિત હોવાથી અને વોરિકોનાઝોલ થેરેપીથી સંક્રમણ થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube