ગાંધીનગર: ગુજરાતના સીએમઓમાં મુખ્યમંત્રી સલાહકાર સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠોડ ગુજરાત ઇજનેરી સેવાના સનદી અધિકારી છે. વર્ષ 2018માં આંતર માળખાકીય વિકાસના યોગદાન માટે ભારતના નાગરિક સન્માન પદ્મશ્રીથી રાઠોડને સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી વર્ષ 2014માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ છતાં સરકાર એમની સેવાને ધ્યાને લઇને એમને ફરીથી સીએમઓમાં લઈને આવી છે. આ સીધા આદેશો પીએમઓમાંથી થયા છે. ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ અને બિલ્ડિંગ તેમજ મેટ્રો રેલ સંબંધિત બાબતોમાં મુખ્યમંત્રીના સલાહકાર તરીકે એસએસ રાઠોડની નિમણૂકનું સ્વાગત કરવામાં આવ્યું છે. આ નિયુક્તિથી એટલું સ્પષ્ટ થાય છે કે માર્ગ-મકાન માટે સરકારમાં કોઇ નવા મંત્રી નહીં હોય, કારણ કે મુખ્યમંત્રી કદાચ તેમની હસ્તકનો આ વિભાગ સલાહકારની મદદથી ચલાવશે. 


આ પણ વાંચો: અંબાજી મંદિરમાં નવા વર્ષે ભક્તિમય માહોલ, ચાચર ચોક માઈ ભક્તોથી ઉભરાયો!


રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટ્સ અને ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને નાણાકીય અનિયમિતતા ઘટાડવા રાઠૌરની ભૂમિકા મહત્વની રહેશે. તેઓ સ્વચ્છ છબી અને ખૂબ સારા ટ્રેક રેકોર્ડ માટે જાણીતા છે. તે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને દૂર કરી સિસ્ટમમાં તેમની કાર્ટલને તોડી શકશે. આ રીતે ભ્રષ્ટાચાર કાબુમાં આવશે અને કામગીરી વધુ પારદર્શક બનશે તેવી ચર્ચા છે.


આ પણ વાંચો: બનાસકાંઠામાં ફિલ્મ 'સ્પેશ્યલ-26' જેવી ઘટના! રેડના નામે જાણો કેવી રીતે થઈ દિલધડક લૂંટ


સત્યનારાયણસિંહ રાઠોર ગુજરાત ઇજનેરી સેવાના અધિકારી હતા. તેઓ ગુજરાત સરકારમાં માર્ગ અને મકાન વિભાગ તેમ જ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી ૨૦૧૪માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. તેઓ માર્ગ, મકાન, નાગરિક ઉડ્ડયન, મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેલવેઝ, જળસંપત્તિ, નર્મદા અને કલ્પસર વિષયોમાં સલાહકાર તરીકે ફરજ નિભાવશે. 


સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે પાંચ વર્ષ સેવા આપી છે.  ગુજરાતના મુખ્ય રાજમાર્ગોને વિકસાવવાનો શ્રેય તેમને જાય છે. તેમણે બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર (BOT) રોડ ડેવલપમેન્ટ મોડલ રજૂ કર્યું હતું. 


આ પણ વાંચો: હનુમાનભક્તની ઈમોશનલ કહાની: રિક્ષા, પત્નીના દાગીના પણ વેચી દઈશ બાકી ચા તો પીવડાવીશ જ!


ભારતમાં આ પ્રકારનું સૌ પ્રથમ મોડેલ છે. ગુજરાતના ‘હાઇવે અને કેનાલ મેન’ તરીકે પણ રાઠોડ પ્રખ્યાત છે. તેઓ ઈન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયર્સ, ઈન્ડિયા અને ઈન્ડિયન રોડ કૉંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે અને વર્લ્ડ ફેડરેશન ઑફ એન્જિનિયરિંગ ઑર્ગેનાઈઝેશનના વાઇસ-પ્રેસિડેન્ટ છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સેવા આપી રહ્યા છે અને મેટ્રો ફેઝ-1નું કામ તેમના માર્ગદર્શનમાં પૂર્ણ કરાયું છે. 


આ પણ વાંચો: આ તો કંઈ નથી! નવા વર્ષથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી?


હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે એસ.એસ. રાઠોડની નિયુક્તિ કરવામાં આવી છે.  મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિયુકત થતાં એસ.એસ. રાઠોડને જરૂરી સ્ટાફ-કર્મચારી ગણ તેમજ અન્ય સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પાડશે. આમ મોદીએ જાણી જોઈને 2 હોશિયાર અધિકારીઓની નિમણુંક કરી ભૂપેન્દ્ર પટેલના માથેથી મોટાભાગનો ભાર ઉતારી દીધો છે.