ગુજરાતની આ સરકારી શાળા છે સંપૂર્ણ ડિજિટલ, અહીં એક એક વર્ગખંડની ખાસિયતો જાણી વિદેશ ભૂલી જશો!
મોડાસાના ટીંટોઈમાં આવેલી શ્રી પી એમ કોઠારી હાઈસ્કૂલ વિસ્તારના 25 ગામોના લોકો માટે શિક્ષણનું ધામ છે. મોડાસાથી શામળાજી વચ્ચે આવેલું આ શિક્ષણ ધામમાં શિક્ષણ આજથી ડિજિટલ થઇ ચૂક્યું છે.
સમીર બલોચ: ડિજિટલ ઇન્ડિયાના કદમ હેઠળ હવે ગામડાઓની શાળાઓ પણ ડિજિટલ બની રહી છે, ત્યારે સામાજિક આગેવાનો પણ આ મુહિમમાં જોડાયા છે અને અરવલ્લીના ટીંટોઈની હાઇસ્કૂલને સંપૂર્ણ ડિજિટલ કરી વિદ્યાર્થીઓ માટે અનેક નવા શિક્ષણના દ્વાર ખોલી દીધા છે.
વડનગરમાં જન્મ તો પછી PM મોદીએ પોતાને કેમ ગણાવ્યા રાજકોટના કર્જદાર,જાણો રસપ્રદ સ્ટોરી
મોડાસાના ટીંટોઈમાં આવેલી શ્રી પી એમ કોઠારી હાઈસ્કૂલ વિસ્તારના 25 ગામોના લોકો માટે શિક્ષણનું ધામ છે. મોડાસાથી શામળાજી વચ્ચે આવેલું આ શિક્ષણ ધામમાં શિક્ષણ આજથી ડિજિટલ થઇ ચૂક્યું છે. ટીંટોઈ એજ્યુકેશન મડંળ દ્વારા કરાયેલા આયોજનમાં શાળામાં અભ્યાસ કરેલા તેમજ ગામના આગેવાનોના સહયોગથી શાળાને ડિજિટલ બનાવવાનું બીડું ઝડપ્યું હતું. જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિક તેમજ સામાજિક અગ્રણીઓની હાજરીમાં 24 ડિજિટલ સ્ક્રીન ધરાવતા વર્ગખંડો ખુલ્લા મુકાયા હતા.
તબાહીની ખૌફનાક તસવીરો:ગુજરાતના આ જિલ્લામા વાદળ ફાટ્યું! નદીઓમાં પૂર, શાળા-કોલેજો બંધ
આ વર્ગખડોની ખાસિયત એ હતી કે ધોરણ 1 થી લઇ ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ ડિજિટલ શિક્ષણ મેળવી શકશે. મોબાઈલ તેમજ ઇન્ટરનેટ યુગમાં વાઇફાઇ ઝોન બનાવી સંપૂર્ણ શાળાને સ્માર્ટ શાળા બનાવી દેવામાં આવી છે. શિક્ષણને ઉચ્ચ સ્તરે લઇ જવાના ભગીરથ પ્રયાસથી વિસ્તારના 25 જેટલા ગામડાઓના વિદ્યાર્થીઓને ફાયદો થશે.
31 જુલાઈ પહેલા પતાવી લેજો આ જરૂરી કામ.. જો ચૂકી જશો તો ભરવો પડશે 5000 રૂપિયા દંડ!
ટીંટોઈ ગામ 10 હજારની વસ્તી ધરાવતું ગામ છે. સામાન્ય રીતે રાજ્ય સરકાર પોતાની કેટલીકે મોડેલ શાળાઓને સ્માર્ટ શાળા બનાવે છે પણ કોઈ મંડળ દ્વારા શાળાને ડિજિટલ બનાવવાની મહેનત રંગ લાવી છે...ગામના અગ્રણીઓ દ્વારા ગામને ઉચ્ચ સ્તરે લઇ જવા માટે તેમજ શિક્ષણમાં ગુણવત્તા વધારવાતાં પ્રયાસો જાતેજ કરવાના પ્રયાસથી સાચા અર્થમાં સામાજિક સુધારા થઇ શકે છે. જિલ્લા કલેકટર દ્વારા પણ આ પ્રયાસને બિરદાવવામાં આવ્યો હતો.
મેડિકલ ઇતિહાસમાં પ્રથમ ઘટના : યુવાનના શરીરમાંથી નીકળી 1628 પથરી, અડધી બોટલ ભરાઈ ગઈ