અતુલ તિવારી/અમદાવાદઃ એેક તરફ લૉકડાઉનને કારણે ધંધા-રોજગાર પર અસર પડતા લોકોની આર્થિક સ્થિતિ પર પણ અસર પડી છે. હજુ દેશમાં લૉકડાઉન 4.0 ચાલી રહ્યું છે. જેમાં કેન્દ્ર સરકારે શાળા-કોલેજો ખોલવાની છૂટ આપી નથી. તો બીજીતરફ અનેક શાળાઓ ફી ભરવાને લઈને વાલીઓ પર દબાણ કરી રહી છે. હવે ગાંધીનગરમાં આવેલી ડાવાઈન ચાઈલ્ડ ઈન્ટરનેશનલ સ્કૂલની મનમાની સામે આવી છે. શાળા તરફથી વાલીઓને ફર્સ્ટ ક્વાર્ટરની પૂરી ફી ભરવાનું કહેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાળાએ વાલીઓને આપી ધમકી
ડીવાઈન ચાઈલ્ડ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તમામ વાલીઓને ફી ભરવા મુદ્દે કહેવામાં આવ્યું છે. શાળાએ તમામ વાલીઓને પ્રથમ ક્વાર્ટરની ફી ભરવાના મેસેજ મોકલ્યા છે. શાળાએ પોતાના મેસેજમાં કહ્યું કે, 8 જૂનથી સ્કૂલ શરૂ થઈ રહી છે. વર્ચ્યુલ ક્લાસ માટે પ્રથમ ક્વાર્ટરની ફી ભરવા માટે વાલીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. શાળાએ ધમકી આપી છે કે જે વાલીઓ ફી નહીં ભરે તેના બાળકોને 8 જૂનથી શરૂ થતાં ઓનલાઈન વર્ગમાં સામેલ કરવામાં આવશે નહીં. 


તો શાળાએ બુક્સ ખરીદવા માટે પણ ઓનલાઇન અથવા બેન્ક મારફતે રૂપિયા જમા કરાવવાનું કહ્યું છે. તો શાળાએ કહ્યું કે, બુક્સના પૈસા જે પ્રથમ ક્વાર્ટરની ફી ભરશે તે જ ભરી શકશે. તો કેટલાક વાલીઓએ ફી ભરવા માટે સમય માગતા વિવાદ પણ થયો છે. વાલીઓનો વિરોધ જોતા સોમવારે સ્કૂલ દ્વારા વાલીઓની મિટિંગ બોલાવવામાં આવી છે.


સિવિલમાં મૃતકના દાગીના અને સામાનની ચોરી કરતા બે આરોપીઓની પોલીસે કરી ધરપકડ


વાલીઓનું કહેવું છે કે લૉકડાઉનની સ્થિતિમં ધંધા-રોજગાર બંધ છે. ત્યારે શાળાએ માનવતા રાખવી જોઈએ. રાજ્ય સરકારે પણ સપ્ટેમ્બર સુધી હપ્તાથી ફી ભરવાનું કહ્યું છે, ત્યારે ફર્સ્ટ ક્વાર્ટરની ફી ભરવા માટે શાળા તરફથી દબાણ કરવામાં આવી રહ્યું છે. વાલીઓનું કહેવું છે કે અમે ફી ભરવા તૈયાર છે પણ હાલની સ્થિતિ જોતા ફર્સ્ટ કવાર્ટરની ફી ભરીએ તો જ બાળકને ભણાવશે અને બુક્સ મળશે એ મુજબની સ્કૂલની વાત યોગ્ય નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર