કૃતાર્થ જોશી/અમદાવાદ: શું તમે કોરોનાની કોલરટ્યુનથી પરેશાન થઇ ચુક્યા છો ? કોરોના જાગૃતી અંગેની સરકાર દ્વારા બનાવવામાં આવેલી કોલર ટ્યુન મોટા ભાગનાં ટેલિફોન ઓપરેટર ફરજીયાત પણે વગાડી રહ્યા છે. જેના કારણે સામાન્ય માણસ જેટલો કોરોનાને કારણે પરેશાન નથી તેટલો આ કોલરટ્યુનના કારણે પરેશાનીનો સામનો કરી રહ્યો છે. લોકો આ કોલર ટ્યુનને હટાવવા માટે અવનવા રસ્તાઓ અપનાવી રહ્યા છે. દિવસનાં જેટલા પણ કોલ કરો આ કોલર ટ્યુન ફરજીયાત પણે સાંભળવી પડે છે. જેના કારણે માનસિક પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાનો મોસ્ટ વોન્ટેડ આરોપી અસલમ બોડિયો પકડાયો, બોડિયાએ પોલીસને 100 કિમી દોડાવી


જો કે હાલમાં સોશિયલ મીડિયામાં એક તસ્વીર ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં દેશમાં રહેલા તમામ ટેલિફોન ઓપરેટરના નામ સામે આ કોલરટ્યુન રદ્દ કરવા માટેના અલગ અલગ નંબર આપવામાં આવ્યા છે. આ નંબર ડાયલ કરવાથી તમારી કોરોના વાળી કોલર ટ્યુંન રદ્દ થઇ જશે તેવો દાવો કરવામાં આવ્યો છે. જો કે આ અંગે ZEE 24 કલાક કોઇ જ પૃષ્ટી કરતું નથી.


[[{"fid":"279459","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(ZEE 24 કલાક આ વાયરલ થઇ રહેલી તસ્વીરની પૃષ્ટી નથી કરતું)


રાજ્યનાં 5500 રસ્તાઓ ધોવાતા 400 કરોડથી વધારેનું નુકસાન, નવરાત્રી સુધીમાં તમામ રસ્તાઓ પર 'થિગડ થુગડ' કરી દેવાશે


ZEE 24 કલાક દ્વારા વાયરલ થઇ રહેલા આ મેસેજનું રિયાલિટી ચેકિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યું કે, આ દાવો એક પ્રકારે સાચો પણ છે અને એક પ્રકારે ખોટો પણ. આ નંબર પર મેસેજ કરવાથી તમારી કોલર ટ્યુન દરેક કંપનીની બંધ થઇ જાય છે. (એ કોલર ટ્યુન જે તમે પોતે પસંદ કરીને લગાવેલી હોય, કોરોના અંગેની કોલર ટ્યુન નહી જે સરકાર દ્વારા આદેશ આપીને લગાવવામાં આવી છે) પરંતુ જો તમે કોલર ટ્યુન કોઇ સેટ કરેલી હોય તો તે બંધ થઇ જાય છે. તેના જ નંબરો આપવામાં આવ્યા છે. પરંતુ હાલ જે કોરોનાની કોલર ટ્યુન વાગે છે તે સરકારનાં નિર્દેશ અનુસાર બાય ડિફોલ્ટ વાગે છે. સરકારના નિર્દેશ પર વાગે છે. માટે તેમાં કોઇ જ પરિવર્તન શક્ય નથી. આ કોલર ટ્યુન કોરોના છે ત્યાં સુધી તમારે સાંભળવી જ રહી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર