મૌલિક ધામેચા/અમદાવાદ : શહેર ગ્રામ્ય પોલીસને અસલીના નામે નકલી ઘી પધરાવતા શખ્સોને પકડવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. આરોપીઓ વિખ્યાત કંપનીના નામે બનાવટી ઘી બનાવતા હતા. જે અંગે અમદાવાદની કણભા પોલીસે મુખ્ય આરોપી સહિત 3 શખ્સોની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીઝલના અસહ્ય ભાવ વધારાને કારણે હવે માછીમારો પણ બેહાલ, હોડીઓ લાંગરેલી જ રાખવી પડશે


પોલીસને મળેલી પ્રાથમિક હકીકત મુજબ આરોપીઓ પાસેથી ગોડાઉનમાં 900 લીટર ઘી હતું. જે બનાવટી હતું તે કબ્જે લીધું છે. ગ્રામ્યની કણભા પોલીસને તેમના વિસ્તારમાં આવેલ બાકરોલ બજરંગ સીમમાં આવેલ ગોપાલ ચરણ ઇન્ડસ્ટ્રીયલ હબ રોડ નંબર-1માં આવેલ સેડ નંબર એ-158 વાળા ગોડાઉનમાં નેમા માળી નામનો વ્યક્તિ ભાડે રાખી જુદી જુદી વસ્તુઓની ભેળ સેળ કરીને ડુપ્લીકેટ ઘીના અન્ય વનસ્પતિ ઘી બનાવીને વેચાણ કરતો હતો. 


ગુજરાતનું સૌથી મોટુ શહેર CORONA બાદ હવે રોગચાળાનું હોટસ્પોટ બન્યુ, ઓગસ્ટમાં 6212 કેસ


પોલીસે આરોપીઓ પાસેથી 4 લાખથી વધુનો બનાવટી ઘી સાથે 5 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબ્જે કરેલો. એટલું જ નહીં પોલીસ ગિરફતમાં રહેલા 3 આરોપીઓ નેમા માળી,કિરણસિંહ સીસોદીયા અને વિક્રમ ચૌહાણ નામના વ્યક્તિઓની ધરપકડ કરી છે. હવે પોલીસે તપાસ કરી રહી છે કે, પકડાયેલા આરોપીઓ સિવાય ડુપ્લીકેટ ધીનું કારખાનું છેલ્લા કેટલા સમયથી ચાલતું હતું? આ બનાવટી ધી બનાવતી ટોળકી સાથે અન્ય કોણ સાંઠ ગાંઠ રાખી નાગરિકોના સ્વાસ્થય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube