અર્પણ કાયદાવાલા/અમદાવાદ : રક્ષાબંધન, દશેરા કે પછી હોય દિવાળીના તહેવાર... કે પછી હોય સામાન્ય દિવસો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા સમયાંતરે શહેરભરમાં વિવિધ ખાદ્યચીજોના સેમ્પલ લેવામાં આવતા હોય છે. જેને સીજી રોડ સ્થીત આવેલી અધ્યતન પબ્લીક હેલ્થ લેબોરેટીરમાં વિવિધ વૈજ્ઞાનિક પધ્ધતીથી ચકાસવામાં આવે છે. સામાન્ય નાગરીકો ફક્ત તે ખાધ્યચીજોના સેમ્પલના પરિણામ શુ આવ્યા તેજ જાણી શકે છે, પરંતુ આજે અમે તમને જણાવીશુ કે આ તહેવારના આ દિવસોમાં તમે ઘરે પણ કઇ પધ્ધતીથી લેબોરેટરીની માફક જ ટેસ્ટ કરીને કેટલીક સામાન્ય તપાસ પણ કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SURAT: લાખોનું ગલુડિયું હજારોમાં ખરીદવું ભારે પડ્યું, બમણી કિંમત ચુકવી છતા પણ...


1. માવો
ખાદ્યચીજોમાં જો સૌથી વધુ ભેળસેળ થતી હોય તો તે છ મીઠાઇ બનાવવા વપરાતા માવામાં. મહત્તમ નફો કમાવવાના હોતુથી લેભાગુ વેપારીઓ મીઠાઇઓની બનાવટમાં નકલી માવાનો ઉપયોગ કરતા હોય છે, જેને આરોગવાથી પેટની ગંભીર બિમારીઓ થઇ શકે છે. પરંતુ અસલી અને નકલી માવા વચ્ચેનો ભેદ તમે લેબોરેટીરની જેમ ઘરે પણ પારખી શકો છો. આ માટે તમને જરૂર પડશે ટિંક્ચર આયોડીન નામના પ્રવાહીની. બજારમાં મેડીકલ સ્ટોર પરથી આસાનીથી મળી રહેતા આ કેમીકલનુ થોડુ અમથુ પ્રમાણ માવાની અંદર નાંખતાની સાથે જ અસલી અને નકલી માવાનો ભેદ પારખી શકાય છે. જો માવો નકલી હશે, તો તે તુરંત કાળાશ અથવા તો ઘેરા ભૂરા રંગનો થવા લાગશે. અને જો માવો અસલી હશે, તો તેની રંગ આછો કેસરી અથવા સામાન્ય પીળાશ પડતો થવા લાગશે. આમ તમે ઘર બેઠા જ અસલી અને નકલી માવા વચ્ચેનો ભેદ પારખીને પોતાના પરિવારના આરોગ્ય સાથે થતી છેડછાડને રોકી શકશો.


Surat ની આ રંગોળી વિશ્વમાં ક્યાંય બીજે નથી બનતી, વિદેશથી લોકો આવે છે શીખવા


2. ચાંદીનું વરખ
કોઇપણ મીઠાઇ ઉપર આપણે ચળકાટ મારતી વરખ જોતાની સાથે જ તે મીઠાઇ ખરીદવાની લાલચ કરતા હોઇએ છે. પરંતુ પ્રત્યક્ષ રીતે દેખાતી ચળકાટ ક્યાંક પરોક્ષ રીતે તમારે કેન્સર જેવી ખતરનાક બીમારી પણ આપી શકે છે. જીહા, મીઠાઇઓ ઉપર જોવા મળતી ચકળતી વસ્તુને ચાંદીની વરખ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ નકલી માવાની જેમ જ આ વરખમાં પણ વેપારીઓ દ્વારા ભેળસેળ કરાતી હોય છે. જેમાં ચાંદીની અસલી વરખની જગ્યાએ એલ્યુમિનીયમની અત્યંત પાતળી વરખને મીઠાઇ પર લગાવીને વેચવામાં આવે છે. માવાની જેમ જ વરખનની દરેક વ્યક્તી ઘરે જ ચકાસણી કરી પોતાના પરીવારને કેન્સરના મુખ માંથી ઉગારી શકે છે. મીઠાઇની ઉપરની ચળકાટ મારતી જે વરખ હોય છે, તે અસલી છે કે નકલી. આ પારખવા માટે નાઇટ્રીક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. નાઇટ્રીક એસિડના એક થી બે ટીપા જ મીઠાઇની ઉપર નાંખવાથી તુરંત જ પરિણામ મળી જાય છે. જો વરખ અસલી ચાંદીની હશે, તો તે તુરંત જ મીઠાઇ પરથી જતી રહે છે (ભૂંસાઇ જશે), પરંતુ જો ચાંદીના બદલે એલ્યુમિનીયમની પરત હશે તો તે યથાવત રહે છે. આવીજ રીતે અસલી ચાંદીની વરખને બે આંગળીઓ અથવા તો આંગળી અને અંગુઠા વચ્ચે મસળવાથી પણ તુરંત તેનો ભેદ પારખી શકાય છે. અસલી ચાંદીની વરખ હોય તો તેને મસળવાથી આંગળીઓ ઉપર સંપૂર્ણ નામશેષ થઇ જાય છે, જ્યારે કે એલ્યુમિનીયીમની ફોઇલ હશે તો તે નામશેષ નહી થાય અને આંગળીઓ ઉપર જ યથાવત રહેશે. આમ આ બે સામાન્ય પધ્ધતીથી તમ ઘરબેઠા જ અસલી અને નકલી ચાંદીની વરખનો ભેદ પારખી શકશો.


ધનતેરસની સુકનવંતી ખરીદી, રાજકોટમાં કરોડો રૂપિયાના સોનાનાં ઘરેણાંનું વેંચાણ


3. સિન્થેટીક કલર (ડુપ્લીકેટ રંગ)
બજારમાં મળતી અનેક એવી ખાદ્યચીજો હોય છે, કે જેના વિવિધ રંગો જોતા જ આપણે તેને ખાવા માટે લલચાઇએ છે. પરંતુ તે ખાદા બાદ આપણા શરીરને કેટલુ નુંકશાન થાય છે તેનો અંદાજ પણ આપણને હોતો નથી. વિવિધ ફરસાણ હોય કે ફ્રોઝન વેજીટેબલ. કે અન્ય વસ્તુઓ. અનેક એવી ખાદ્યચીજો હોય છે જેમાં વિવિધ પ્રકારના ફૂડ કલરનો ઉપયોગ થાય છે. બજારમાં નેચરલ ફૂડ કલરથી લઇને શરીને વ્પાપક નુકશાન કરે એવા કૃત્રિમ કલરનો પણ છુટથી ઉપયોગ કરાય છે. ત્યારે માવા, ચાંદીની વરખની જેમ તમે તમારી ખાદ્યચીજોમાં સિન્થેટીક કલરનો ઉપયોગ થયો છે કે નહી એ અત્યંત આસાનીથી જાણી શકો છો. તમને લાગે, કે કોઇ વસ્તુમાં જે કલર દેખાય છે તે શંકાસ્પદ છે. તો તમને કક્ત થોડા ગરમ પાણીની જરૂર પડશે. જેમ કેમકે, બજારમા મળતી કોઇ સેવ કે અન્ય ફરસાણનો કલર અત્યંત ચટકદાર હોય, તો તે ફરસાણને ગરમ પાણીમાં નાખતાની સાથે જ તેનુ પરિણામ મળી જશે. તો તેમાં કુદરતી ફૂડ કલરનો ઉપયોગ થયો હશે, તો તે તુરંત પાણીમા ભળી જશે. પરંતુ જો તેમા સીન્થેટીક કલર એટલે કે ડુપ્લીકેટ કલરનો ઉપયોગ થયો હશે, તો ગરમ પાણી નાખતાની સાથે જ તે ખાદ્યચીજ માથી અલગ પડી જશે. જેની અસર નરી આંખે જોઇ શકાય છે. આમ, કોઇપણ વિશેષ ખર્ચ કર્યા વગરજ ખાધ્યચીજોમાં વપરાતા અસલી-નકલી ફૂડ કલરનો ભેદ પારખી શકાય છે.


અમદાવાદઃ ઓનલાઈન પ્રેમજાળમાં ફસાવીને નરાધમ રોજ 14 વર્ષની સગીરાના નગ્ન ફોટા વોટ્સએપથી મંગાવતો હતો, પછી તો...


4. મરચું પાવડર
ભેળસેળ ફક્ત માવા, ચાંદીની વરખ કે ફૂડ કલરમાં જ નથી થતી. દૈનિક રસોડામં વપરાતા મરચુ પાવડરમાં પણ એટલી જ સિફતતાથી ભેળસેળ કરીને લાખ્ખો કરોડો લોકોના આરોગ્ય સાથે રમત રમવામાં આવતી હોય છે. અગાઉની 3 વસ્તુઓની જેમ તમે મરચુ પાવડરમાં થતી ભેળસેળને પણ ઘરે પારખી શકો છો. સામાન્ય રીતે આપણ મરચુ પાવડર ખરીદીને સીધો તેનો વપરાશ શરૂ કરી દઇએ છે. પરંતુ મરચુ પાવડરમાં પણ લાકડાનો વ્હેર (ભુંસુ) અને કાપડ રંગવા માટે વપરાતા ખતરનાક કલરનો ઉપયોગ કરાય છે. જેને ઉપયોગમાં લેતા પહેલા થોડી અમથી સજાગતા રાખવાથી  અસલી અને નકલી મરચુ પાવડરનો ભેદ પારખી શકાય છે. જો મચરુ પાવડર અસલી હશે, તો તેનુ જે ટેક્સચર એટલે કે તેને જોવા માત્રથી જ ખબર પડી જાય છે કે મરચુ પાવડર અસલી છે કે નકી. આ માટે તમને મરચુ પાવડરમાં સામાન્ય પાણી જ ઉમેરવાનુ રહે છે, જો તે અસલી હશે તો તુરંત પોતાનો અસલી રંગ છોડશે અને પાણીમાં ભળી જશે. પરંતુ જો મરચુ પાવડરમાં નકલી કલર અથવાથી લાકડાનુ ભુંસુ ઉમેરવમાં આવ્યુ હશે, તો તે પાણીમાંથી અલગ પડી જશે. આમ તમે ઘરે રહીને જ મચરા પાવડરમાં કરાતી ભેળસેળ પકડીને આરોગ્ય માટે હાનીકારક મચરા પાવડરને ઓળખી શકશો.


મુખ્યમંત્રીએ કર્મયોગીઓને સરકારી આવાસની ભેટ આપી, પોલીસ કર્મીઓ માટે પણ આવાસ ફાળવાયા


તહેવારની આ મૌસમમાં આપણે પોતાના પરિવાર માટે વિવિધ ખાદ્યચીજો લાવીએ છીએ અને તેને ખાઇને ખુશ થઇએ છીએ. પરંતુ આ ખાદ્યચીજોમાં લેભાગુ વેપારીઓ કેવી ભેળસેળ કરે છે, તેને તમે સામાન્ય કહી શકાય એવી પધ્ધતીથી ઘરબેઠા જ અસલી અને નકલીનો ભેદ પારખીને પોતાના પરિવારને મોતના મુખમાં જતા ઉગારી શકો છો. 


કોરોનામાં માતા-પિતા ગુમાવ્યાનો આઘાત લાગતા અમદાવાદના પોશ વિસ્તારની યુવતી ગુમ, પોલીસ શોધી લાવી


* તહેવારોના દિવસોમાં વેપારીઓ દ્વારા કરાતી હોય છે ભેળસેળ
* વિવિધ ખાધ્યચીજોમાં ભેળસેળ કરીને લોકોનુ આરોગ્ય મુકે છે જોખમમાં
* મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે લેવાય છે ખાદ્યચીજોના સેમ્પલ
* ખાધ્યચીજોના સેમ્પલ લઇને મોકલાય છે વિશેષ લેબોરેટરીમાં
* અ.મ્યુ.કો પાસે છે અધ્યતન પબ્લીક હેલ્થ લેબોરીટેરી
* 3 કરોડથી વધુના સાધનો ધરાવીત લેબમાં કરાય છે પૃથ્થકરણ
* વિવિધ વૈજ્ઞાનિક પધ્ધતીથી ખાધ્યચીજોની ભેળેસેળ પકડી પાડવામાં આવે છે
* વર્ષે 3000 કરતા વધુ ફૂડ સેમ્પલનુ કરાય છે ચેકીંગ આ લેબોરેટરીમાં
* ટેસ્ટીંગ બાદ ફૂડ સેમ્પલના પરિણામો કરાતા હોય છે જાહેર
* નજીવી ફી ભરીને સામાન્ય નાગરીક પણ કરાવી શકે છે ફૂડ સેમ્પલ ટેસ્ટીંગ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube