કોરોનામાં માતા-પિતા ગુમાવ્યાનો આઘાત લાગતા અમદાવાદના પોશ વિસ્તારની યુવતી ગુમ, પોલીસ શોધી લાવી

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા બોપલ એક પરણિત મહિલા મોર્નિંગ વોક કરવા નીકળી હતી અને સમયસર ઘરે નહીં પહોંચતા ચિંતાતૂર બનેલા પરિવારજનોએ બોપલ પોલીસ મથકે જાણવાજોગ અરજી આપી હતી જેના આધારે પોલીસની અલગ અલગ ટીમો બનાવી ગુમ થયેલ મહિલાની શોધખોળ હાથ ધરી હતી જેમાં મહિલા સુરત ખાતેના એક શેલ્ટર હોમ માંથી મળી આવતા પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

  • માનસિક તણાવમાં આવેલી મહિલા થઈ ગુમ

  • પરણિત મહિલા એકાએક ગુમ થતા પરિવાર થયો ચિંતિત

    બોપલ પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુમ થયેલ મહિલાની ભાળ મેળવી લીધી

    કોરોના કાળમાં પોતાના માતા પિતાને ગુમાવી દેનાર મહિલા માનસિક તણાવમાં સપડાઈ ગઈ હતી

Trending Photos

કોરોનામાં માતા-પિતા ગુમાવ્યાનો આઘાત લાગતા અમદાવાદના પોશ વિસ્તારની યુવતી ગુમ, પોલીસ શોધી લાવી

ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા બોપલ એક પરણિત મહિલા મોર્નિંગ વોક કરવા નીકળી હતી અને સમયસર ઘરે નહીં પહોંચતા ચિંતાતૂર બનેલા પરિવારજનોએ બોપલ પોલીસ મથકે જાણવાજોગ અરજી આપી હતી જેના આધારે પોલીસની અલગ અલગ ટીમો બનાવી ગુમ થયેલ મહિલાની શોધખોળ હાથ ધરી હતી જેમાં મહિલા સુરત ખાતેના એક શેલ્ટર હોમ માંથી મળી આવતા પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

શહેરના પોશ વિસ્તાર એવા બોપલ વિસ્તારમાંથી એક મહિલા મોર્નિંગ વોક માટે નીકળી હતી અને સમયસર ઘરે નહીં આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી રાત સુધી નહીં મળતા મહિલાના પતિ દ્વારા બોપલ પોલીસ મથકે પોતાની પત્ની ગુમ થઈ છે તેવી જાણવાજોગ અરજી નોંધાવી હતી બનાવની ગંભીરતાને ધ્યાને લઇને બોપલ પોલીસની અલગ અલગ પાંચ ટીમો આ ગુમ થયેલ મહિલાને શોધી કાઢવા માટે થઈને કામે લાગી ગઈ હતી આખરે ઘણી મહેનત બાદ બોપલ પોલીસને મોબાઈલ ના ટાવર લોકેશન અને અન્ય ટેકનિકલ સર્વેલન્સ આધારે ગુમ થયેલ મહિલા સુરત ના એક શેલ્ટરહોમમા હોવાની માહિતી મળતા જ બોપલ પોલીસની એક ટીમ સુરત પહોંચી ગઈ હતી અને મહિલાનું કાઉન્સેલિંગ કરી તેને પોતાના પરિવારજનો સાથે ભેટો કરાવ્યો હતો.

કોરોનાવાયરસ ના કહે રે ભલભલા માણસોની માનસિક સ્થિતિને ડગમગાવી દીધી હતી.અને આવો જ એક કિસ્સો શહેરના બોપલ વિસ્તારમાં સામે આવ્યો છે જેમાં એક ખાનગી કંપનીમાં જનરલ મેનેજર તરીકે કામ કરતી પરિણીત મહિલા માનસિક આઘાતમાં સરી પડી હતી અને તેનું કારણ હતું કે માતા અને પિતા બંને કોરોના કાળમાં મૃત્યુ પામ્યા હતા જેના કારણે આ મહિલા સતત એ જ વિચારો કરતી હતી કે તેના લીધે તેના મા-બાપ આજે તેની પાસે નથી આ સાથે જ પોલીસ સમક્ષ આ મહિલા એવું રટણ કરતી હતી કે તે કોઈ જ કામની નથી તે પોતાના મા-બાપનો જીવ પણ બચાવી શકી નથી. જેના કારણે આખરે આ મહિલા પોતાના પરિવાર ને મૂકીને ચાલી નીકળી હતી મહિલાએ ભરેલા આ પગલાંને કારણે મહિલાનો પતિ તથા એક દીકરી અને અન્ય બીજા પરિવારજનો ચિંતામાં આવી ગયા હતા અને ઘણા કલાકો પછી પણ મહિલા પરત નહીં ફરતા પરિવારજનોએ આસપાસમાં નજીકના સગા સંબંધીઓને ત્યાં શોધખોળ હાથ ધરી હતી પરંતુ ગુમ થયેલ મહિલા ત્યાં પણ મળી આવી ન હતી આખરે આ પરિવાર માટે બોપલ પોલીસ ભગવાન સ્વરૂપે આવી હોય તેમ ગણતરીના કલાકોમાં જ આ મહિલાને શોધી કાઢી હતી.

સામાન્ય સંજોગોમાં પોલીસ પેટ્રોલિંગ કરતી હોય છે પરંતુ તહેવારોના દિવસોમાં પોલીસ કેટલી સજાગ હોય છે અને કોઈ વ્યક્તિ ગુમ થયું હોય અને તેની શોધખોળ કરવામાં પોલીસ એડીચોટીનું જોર લગાવીને પણ ગુમ થયેલ વ્યક્તિને તેના પરિવાર સાથે મિલન કરાવતી હોય છે ખરા અર્થમાં પોલીસ વિભાગ તહેવારોના દિવસોમાં સામાન્ય દિવસો કરતા કેટલું સજાગ હોય છે તે આવા કિસ્સાઓ પરથી જ માલુમ થાય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news