જૂનાગઢમાં આર્મી જવાનને પોલીસે એટલો માર્યો કે પટ્ટા પાડી દીધા, 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ
જીલ્લાના બાંટવા તાલુકાના પાદરડી ગામે તપાસ કરવા ગયેલી પોલીસ ઉપર હુમલો થતા મામલો ઉગ્ર બન્યો હતો. પોલીસે આર્મી જવાનને પકડી મારમારતા હોવાનો વીડીઓ વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. જૂનાગઢ બાંટવાના પાદરડી ગામે ગત 29 તારીખ રાત્રીના સમયે પ્રેમ લગ્ન ઘટના અને એટ્રોસીટીની ફરીયાદની તપાસ કરવા ગયેલ પોલીસ ઉપર હુમલા અને ફરજ રૂકાવટની ઘટના સામે આવી હતી. પોલીસની ગાડીને નુકશાન કરીને મહીલા પીએસઆઇ સહીત બે કોન્સ્ટેબલ પર હુમલો અને રોકડ રૂપીયા લૂંટની ઘટના બની હતી.
જૂનાગઢ : જીલ્લાના બાંટવા તાલુકાના પાદરડી ગામે તપાસ કરવા ગયેલી પોલીસ ઉપર હુમલો થતા મામલો ઉગ્ર બન્યો હતો. પોલીસે આર્મી જવાનને પકડી મારમારતા હોવાનો વીડીઓ વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. જૂનાગઢ બાંટવાના પાદરડી ગામે ગત 29 તારીખ રાત્રીના સમયે પ્રેમ લગ્ન ઘટના અને એટ્રોસીટીની ફરીયાદની તપાસ કરવા ગયેલ પોલીસ ઉપર હુમલા અને ફરજ રૂકાવટની ઘટના સામે આવી હતી. પોલીસની ગાડીને નુકશાન કરીને મહીલા પીએસઆઇ સહીત બે કોન્સ્ટેબલ પર હુમલો અને રોકડ રૂપીયા લૂંટની ઘટના બની હતી.
રંગીલા સ્વામી: વડતાલના વધારે એક પાર્ષદ પર દુષ્કર્મનો આરોપ, મહિલા તો ઠીક નાનકડી બાળકીને પણ ન છોડી...
જેમાં સમગ્ર ઘટના મામલે જૂનાગઢ એસપીના મુજબ પાદરડી ગામે પોલીસ એટ્રોસીટીની ફરીયાદ આધારે તપાસ કરવા ગઈએ સમયે ટોળું એકઠું થઇ ગયું હતું. મહામુસીબતે મહીલા પીએસઆઇ સહીત પોલીસ સ્ટાફ પ્રાઇવેટ કારમાં નીકળી ગયા અને અન્ય પોલીસ સ્ટેશન સ્ટાફની મદદ લેવી પડી હતી. આ સમયે અનુસુચીત જાતીના અન્ય આગેવાન પણ આવી જતા તેની ઉપર પણ હુમલો થયો હતો, ત્યાર બાદ માણાવદર પોલીસ સ્ટાફ જયારે પાદરડી ગામે પહોંચી ત્યારે જે આર્મી જવાન કાના અને તેના સાથી મીત્રોએ પોલીસને સહયોગ નહિ આપતા અને ફરીથી પોલીસ ઉપર હુમલો કર્યો હતો.
રાજકોટ : ફેંકી દેવાના ભાવ મળતા ખેડૂતોએ સાચે જ શાકભાજી રસ્તા પર ફેંકી દીધી
સમગ્ર ઘટના મામલે એસપીએ વધુ જણાવ્યું કે, જે ઘટના બનીએ થવીના જોઈએ અને આ મામલે આર્મી જવાનને માર મારવાના જે વિડિઓ સામે આવ્યા તેમાં બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, અન્ય પોલીસ સ્ટાફ સામે ઇંક્વારી ચાલી રહી છે. 29 તારીખે તે ઘટના બની તેમાં કુલ 6 ફરિયાદ બાંટવા પોલીસ સ્ટેશન કરવામાં આવી. જેમાં 4 પ્રોહીબીશનની ફરીયાદ છે. આ સાથે એટ્રોસીટી અને પોલીસ ઉપર હુમલાના બનાવની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપી રામ ભાઈએ અનુસૂચિત જાતીની યુવતી સાથે લગ્ન કરતા બંને પરીવાર વચ્ચે મનદુઃખ ચાલતું હતું. જેમાં આર્મી મેન કાનો અને રામ ભાઈ અને તેનો ભાઈ વિજયના લીધે સમગ્ર બનાવ બન્યો હતો. હાલ પોલીસે 18 લોકો સામે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube