ઝી ન્યૂઝ/સુરત: દેશમાં પહેલીવાર સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના અંડરમાં આવતી નવયુગ કોલેજને આર્મી, નેવી અને એરફોર્સનો કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ કોર્સ કર્યા બાદ અગ્નિપથ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ત્રણેય શાખામાં ભારતી માં મદદરૂપ થશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાને રાખી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં રોજગારી મળી રહે એ માટે વર્તમાન સમયની જરૂરિયાતને જોતા VNSGUએ સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ શરૂ કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આકાશમાં ઉડતા વડના પડછાયાને જમીન પર ઉતારતા ભવાનીવડની સ્થાપના થઈ, જાણો શું છે ઈતિહાસ?


યુનિવર્સિટીએ આર્મી, નેવી અને એરફોર્સનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા માટે નવયુગ કોલેજને મંજૂરી આપી છે. ગુજરાતના યુવક યુવતીઓ ભારતીય સૈન્યમાં જવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે, પરંતુ તેઓને તેની માટે જરૂર ટ્રેનિંગ અને માર્ગદર્શન ના અભાવે તેઓ જઈ શકતા નથી. જેને લઈને હવે આ કોર્સ થકી તેઓને જરૂર ટ્રેનિંગ અને માર્ગદર્શન મળી રહેશે. 


કેરીના રસિયાઓ માટે ખુશખબર:માર્કેટમાં કેસર કેરીના શ્રી ગણેશ, જાણો આ વર્ષે શું છે ભાવ?


રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નિયમ 2020 મુજબ સુરત VNSGUમાં 250 કરતા વધારે કોર્ષની માન્યતાઓ આપી છે. જેને કારણે યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા 1 કરોડ 40 લાખ લોકોને સ્કિલ અને રોજગારીમાં પરિવર્તન થાય તેના ભાગરૂપે આ કોલેજ નવયુગ કોમર્સ કોલેજ સુરતની અંદર અગ્નિપથ યોજનાની અંદર વધારે વિદ્યાર્થીઓ જોડાઈ તે માટે આ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. 


ગુજરાતના આ વિભાગમાં નવી ભરતી જાહેરાત, 8 હજાર ખાલી જગ્યાઓ ભરાશે


આ કોર્સમાં ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ કરી શકશે.આ કોર્સમાં 80 ટકા જેટલું પ્રેક્ટીકલ હશે અને 20 ટકા જેટલું થિયરી હશે. તેમજ કોલેજ દ્વારા અલગ અલગ સેનાના જવાનોને સંપર્ક કરીને એક ટીમ તૈયાર કરવામાં આવી છે. જે થકી કોર્સ કરનાર વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે. 


Business Idea: ભલે આ ધંધો નાનો લાગતો હોય પણ દર મહિને થશે લાખોની કમાણી


તે ઉપરાંત આ કોર્સના લીધે દક્ષિણ ગુજરાતના લોકો જે રીતે ભારતીય સૈન્યમાં ઓછા લોકો જાય છે. તે રીતે આ કોર્સ કરવાને કારણે આપ મેળે લોકોને લાભ થશે. આ કોર્સ માટે 3600 રૂપિયા જેટલી ફીસ રાખવામાં આવી છે. જો ફેરફાર કરવાનું હશે તો કોલેજ આ કોર્સની અંદર ફેરફાર પણ કરી શકશે.