સસ્તા ભાવે સોનુ આપવાની લાલચ આપી લાખોની છેતરપીંડી કરતી ટોળકીની ધરપકડ
હાલોલના એક કરિયાણાની દુકાન ધરાવનાર વેપારી સાથે આ ટોળકીએ પણ આજ રીતે છેતરપીંડી આચારીને રૂપિયા 15,000 લાખ સેરવી લીધા હોવાનો કિસ્સોં સામે આવ્યો છે જેની ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ઉદય રંજન/અમદાવાદ: એક કહેવત છે કે "લાલચ બહુત બુરી બલા હે" એક વખત માણસના મનમાં કોઈ વસ્તુ માટે લાલચ ઘર કરી જાય ત્યારે તે વ્યક્તિ નફો નુકસાન નથી જોતો અને આવું જ બન્યું છે. હાલોલના એક વ્યક્તિ સાથે સસ્તામાં સોનું ખરીદવાની લાલચે આજે આ વ્યક્તિ સાથે રૂપિયા ૧૫ લાખની ઠગાઈ થઇ ગઈ છે.
લોકોને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપીને છેતરપીંડી કરતી ગેંગની ધરપકડ કરવામાં આવી છે. હાલોલના એક કરિયાણાની દુકાન ધરાવનાર વેપારી સાથે આ ટોળકીએ પણ આજ રીતે છેતરપીંડી આચારીને રૂપિયા 15,000 લાખ સેરવી લીધા હોવાનો કિસ્સોં સામે આવ્યો છે જેની ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઉલેખનીય છે કે, ફરિયાદી દ્વારા પોલીસને જાણ કરતા આરોપીઓએ ફરિયાદીને ફોન કરવાના પણ શરૂ કરી દીધા હતા. અને આખરે આરોપીઓએ આંગડીયા મારફતે રૂપિયા 12 લાખ પાછા આપી દીધા હતા.
- સસ્તા ભાવે સોનું લેવાની લાલચે રોવડાવ્યા
- 15 લાખ રૂપિયા સેરવી લીધા આરોપીઓએ
- માર્કેટ ભાવ કરતા ઓછી કીમતે સોનું આપવાની આપી લાલચ
- 32,000 ના ભાવે 5૦૦ ગ્રામ સોનું આપવાની થઇ વાત
- પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ
અમદાવાદ: હવે વાહનોની ગતિ નક્કી, કર્યો ભંગ તો થશે કાયદાકીય કાર્યવાહી
અમદાવાદના એસ,જી હાઈવે નજીક આવેલા ઇસ્કોન ચાર રસ્તા પાસેથી આજથી થોડા દિવસો અગાઉ હાલોલના એક વેપારી સાથે છેતરપીંડી આચરવામાં આવી હતી. વાત જાણે એમ છે કે, હાલોલના એક વેપારીને સસ્તા ભાવે સોનું આપવાનું કહીને પાંચ જેટલા શખ્સોએ કલ્પેશ મહેશ્વરીને ગાડીમાં બેસાડીને રૂપિયા 15 લાખ લઇ લીધા હતા. અને કહ્યું કે, અહિયાથી બીજે જવાનું છે તેમ કહીને ગાડી હંકારી મૂકતા હાલોલના વેપારી સાથે રૂપિયા 15 લાખની છેતરપીંડી કરી હતી. જેમાં આજે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલ સેટેલાઈટ પોલીસે પાંચેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
જુઓ LIVE TV :