અમદાવાદમાં મહિલાના વેશમાં 26 કિલો ચાંદી લૂંટનારાની ધરપકડ; રેકી કરનારો પણ ઝડપાયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વાર આ બન્ને આરોપી રીઢા ગુનેગાર છે અને ગુનો કરી પોલીસના હાથે પકડાય નહિ એ માટેથી આરોપીએ ચિલઝડપ કરવા માટે મહિલાનો વેશ ધારણ કરી ચિલઝડપના ગુનાને અંજામ આપ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની બાતમીના આધારે બન્ને આરોપી ઝડપી લઈ 18 કિલો ચાંદીના દાગીના કબ્જે કર્યા છે.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મહિલાના વેશમાં ચિલઝડપ કરનાર ગેંગના બે આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જવેલર્સની દુકાન બહારથી મહિલાના કપડામાં આરોપીઓ 26 કિલો ચાંદીની ચિલઝડપ કરી હતી. પોલીસથી બચવા મહિલાનો સ્વાંગ આરોપી એ ધારણ કર્યો હોવાનું સામે આવ્યું છે .
ખતરનાક સ્પીડે આવી રહ્યું છે 'દાના'; આજે રાતે ટકરાશે, જાણો ગુજરાતમાં કેટલી થશે અસર?
ક્રાઇમ બ્રાન્ચની ગીરફતમાં ઉભેલા આરોપી નામ નીતિન છારા અને રાકેશ છારા છે. આ બંને આરોપીની ચાંદીની ચિલઝડપ કેસમા ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વાર આ બન્ને આરોપી રીઢા ગુનેગાર છે અને ગુનો કરી પોલીસના હાથે પકડાય નહિ એ માટેથી આરોપીએ ચિલઝડપ કરવા માટે મહિલાનો વેશ ધારણ કરી ચિલઝડપના ગુનાને અંજામ આપ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની બાતમીના આધારે બન્ને આરોપી ઝડપી લઈ 18 કિલો ચાંદીના દાગીના કબ્જે કર્યા છે. ગત 9 ઓક્ટોમ્બર નાં રોજ કૃષ્ણનગરનાં સરદાર ચોકમાં આવેલા લાલભાઈ જવેલર્સની દુકાન આગળ એક્ટિવાની આગળનાં ભાગે રાખેલ ચાંદીનાં દાગીના ભરેલ બેગની ચિલઝડપ કરીને ફરાર થાય ગયા હતા સેકંડો માં જ...એક્ટિવામાં રહેલા 23 લાખથી વધુની કિંમતના 26 કિલો ચાંદીના દાગીના ચિલઝડપ કરવામાં આવી હતી અને આરોપીઓ રફુચક્કર થઈ ગયા હતા.
3 વર્ષ બાદ વાપસી અને W,W,W,W,W,W...રોહિત માટે બ્રહ્માસ્ત્ર સાબિત થયો આ ખુંખાર ઓલરાઉન્ડર
પકડાયેલ આરોપીની પૂછપરછ અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બે પકડાયેલા આરોપી સાથે એક વોન્ટેડ આરોપી દિવ્યાંગ રાઠોડ ચિલઝડપ કરવા ગયો હતો. ચિલઝડપ સમયે ફરાર આરોપી દિવ્યાંગ ટુ વ્હીલર ચલાવતો હતો, જેમની પાછળ આરોપી રાકેશ છારા બેઠો હતો. આરોપી રાકેશ છારાએ મહિલાનો વેશ ધારણ કરી ચાંદીના દાગીના ભરેલ બેંગ આંચકી લીધી હતી. બાદમાં ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ચાંદીના દાગીના વેચવા માટે સોની દુકાનમાં જાય તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચનાં હાથે ઝડપાઈ ગયા સાથે જ ત્રણેય આરોપી લૂંટના મુદ્દામાલ એક સરખે ભાગ કરવાનો ઈરાદો પણ હતો.
શું ફરી ગુજરાતમાં વરસાદ છોતરાં પાડશે? આ જિલ્લાઓ માટે અંબાલાલની ગાજવીજવાળી આગાહી
ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં આરોપી નીતિન વિરુદ્ધ ચોરી, લૂંટનાં અમદાવાદ, સુરત, રાજકોટ, મુંબઈ અને પુનામાં ગુના નોંધાઈ ચુક્યા છે. આરોપી રાકેશ છારા વિરુદ્ધ ચોરી અને લૂંટના મહેસાણા, નડિયાદ, અમદાવાદ અને કડીમાં ગુના નોંધાયા છે. ત્યારે વોન્ટેડ ફરાર આરોપી દિવ્યાંગ રાઠોડનાં અમદાવાદમાં પાંચ જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ આરોપી પકડવા શોધખોળ શરૂ કરી છે.