3 વર્ષ બાદ વાપસી અને W,W,W,W,W,W...રોહિત માટે બ્રહ્માસ્ત્ર સાબિત થયો આ ખુંખાર ઓલરાઉન્ડર
ટીમ ઈન્ડિયાએ ત્રણ વર્ષથી વધુ સમય બાદ 25 વર્ષના ઓલરાઉન્ડરની વાપસી કરી અને આ યુવાએ ધૂમ મચાવી દીધી. ન્યુઝીલેન્ડ વિરુદ્ ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં આ ઓલરાઉન્ડર રોહિત શર્મા માટે બ્રહ્માસ્ત્ર સાબિત થયો હતો.
Trending Photos
IND vs NZ 2nd Test: ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં સીરિઝની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મુકાબલામાં પહેલા દિવસે 25 વર્ષનો સ્ટાર ભારતીય ઓલરાઉન્ડરે હડકંપ મચાવી દીધો છે. ત્રણ વર્ષથી પણ લાંબા સમય બાદ ટેસ્ટ ટીમમાં પાછો ફરેલો આ યુવા પ્લેયરની આગળ કીવી બેટ્સમેનોને ક્રિઝ પર ઉભા રહેવું પણ ભારે પડી રહ્યું હતું. એક પછી એક પહેલી ઈનિંગમાં સાત બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવીને મહેમાન ટીમને 259 રન પર રોકવામાં સૌથી મોટું યોગદાન રહ્યું હતું. અમે જેની વાત કરી રહ્યા છીએ તે નામ છે વોશિંગ્ટન સુંદર.
વિકેટોની લગાવી લાઈન
ન્યૂઝીલેન્ડની ટીમ એક સમયે ત્રણ વિકેટ પર 197 રન બનાવીને સૌથી મોટા સ્કોર તરફ વધી રહી હતી, પરંતુ સુંદરની ફિરકીની સામે મહેમાન ટીમે 62 રનની અંદર સાત વિકેટ ગુમાવી દીધી. કુલદીપના સ્થાને ટીમમાં સામેલ કરવાના નિર્ણયને યોગ્ય સાબિત કરતા સુંદરે પોતાની 14મી ઓવરમાં ગત મેચના શતકવીર રચિન રવિંન્દ્રને આઉટ કરીને પહેલી સફળતા મેળવી. ત્યારબાદ તે રોકાયો નહીં અને એક બાદ એક 6 વિકેટ પાડીન ન્યૂઝીલેન્ડની ઈનિંગ પુરી કરી નાંખી. તમને જણાવી દઈએ કે સુંદરની આ 2021 બાદ પહેલી ટેસ્ટ મેચ છે.
કુલદીપના સ્થાને મળ્યો મોકો
કુલદીપ યાદવના સ્થાને ટીમમાં સ્થાન બનાવનાર સુંદરે શાનદાર બેટિંગ કરી. અગાઉ તેના નામે ચાર ટેસ્ટમાં 6 વિકેટ હતી. ભારત માટે અનુભવી રવિચંદ્રન અશ્વિને 64 રન આપીને ત્રણ વિકેટ લીધી. ભારતની જમીન પર આ પહેલીવાર છે જ્યાં કોઈ ટેસ્ટ મેચમાં તમામ 10 વિકેટ જમણા હાથના ઓફ સ્પિનરોએ લીધી હોય.
આવો રહ્યો દિવસભરનો ખેલ
ઓલરાઉન્ડર વોશ્ગિટન સુંદર (59 રન પર 7 વિકેટ)ની શાનદાર ઓફ સ્પિન બોલિંગની મદદથી ભારતે ત્રણ મેચોની સીરિઝની શરૂઆતી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની પહેલી ઈનિંગને 259 રન પર સમેટ્યા બાદ સ્ટંપ્સ સુધી એક વિકેટ પર 16 રન બનાવી લીધા. એક દિવસની રમત પુરી થયા બાદ શુભમન ગિલ અણનમ 10 અને ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અણનમ 6 રન બનાવીને ક્રિઝ પર હતો. ટીમ સાઉદીએ પોતાની બીજી ઓવરમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માને ખાતું ખોલાવ્યા વગર બોલ્ડ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે