ઉદય રંજન/અમદાવાદ : ધંધુકામાં કિશન ભરવાડની હત્યા અને બોમ્બ બ્લાસ્ટના ચુકાદા બાદ શહેર પોલીસની સોશિયલ મીડિયા પર બાજ નજર છે. આ દરમિયાન આવી જ એક વિવાદિત પોસ્ટ વેજલપુરના એક યુવકે કરી હતી. જેના વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધાર્મિક લાગણી દુભાય તેવી વિવાદિત પોસ્ટ કરનાર વધુ એક યુવક પોલીસના સકંજામાં આવ્યો છે. વેજલપુર પોલીસની ગીરફતમાં ઉભેલા આ અસલમ લેંઘાએ હિન્દુ ધર્મ વિશે બીભત્સ લખાણની પોસ્ટ ફેસબુક પર મૂકી હતી. સાયબર ક્રાઇમ બ્રાંચની સર્વેલન્સ ટિમના ધ્યાન પર આવતા જ અસલમ નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેને ફતેહવાડી ખાતેના તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિવાદિત પોસ્ટ મુકનારા અસલમ ડ્રાઇવર તરીકે છૂટક નોકરી કરે છે. આરોપીએ આ રીતની વિવાદિત પોસ્ટ મુકવા પાછળનું કારણ જાણવા પોલીસ આરોપીના તમામ સોશિયલ મીડિયાના એકાઉન્ટ તપાસ કરવામાં લાગી છે. પકડાયેલ આરોપી કટ્ટરવાદી વિચારધારા ધરાવતા લોકોને ગેરમાર્ગે દોરતો હતો કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.


વિવાદિત પોસ્ટ ફેસબુક પર મુકવા માટે આરોપી અસલમ કોઈ ચોક્કસ કારણ જણાવતો નથી. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ વિવાદિત પોસ્ટના વિવાદમાં કિશન ભરવાડ હત્યા થઈ જે બાદ પકડાયેલા આરોપીઓ જેહાદી ષડયંત્ર રચ્યું હતું. ત્યારે આ કેસમાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. વધુ પુરાવા એકત્રિત કરવા માટે એફ.એસ.એલની પણ મદદ લેવાઈ રહી છે.