અમદાવાદઃ ચિલોડામાં ઢાબામાં પાન-મસાલા વેચતા પોલીસે કરી એકની ધરપકડ
નાના ચિલોડામાં એક ઢાબામાં પાન-મસાલા વેચાઈ રહ્યાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
અમદાવાદઃ એક તરફ લૉકડાઉન ચાલી રહ્યું છે તો બીજીતરફ અનેક લોકો તમાકુ, પાન, બીડી જેવી વસ્તુનું ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહ્યાં છે. આવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો નાના ચિલોડામાં આવેલા શ્રીપંડિતજીના ઢાબામાં તમાકુનું વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું હતું. આ વીડિયો વાયરલ થયા બાદ નરોડા પોલીસે હોટલ પર દરોડા પાડ્યા હતા. ત્યાં હાજર રહેલા કર્મચારીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર થોડા દિવસ પહેલા નાના ચિલોડામાં આવેલા પંડિતજી ઢાબામાંથી પાન-મસાલા વેચવાનો વીડિયો વાયરલ થયો હતો. આ માહિતી મળતા પોલીસ ત્યાં પહોંચી હતી. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે પણ મસાલાનું વેચાણ થઈ રહ્યું હતું. પોલીસે ગજાનંદ શર્મા નામના વ્યક્તિ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ ક્યો હતો. પોલીસે આ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી જામીન પર છોડી દીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર