ઉદય રંજન/અમદાવાદ : ટાયર પંચરની સોલ્યુશન ટ્યુબનો બાળકોને નશો કરાવી શોષણ કરતી ટોળકીના વધુ એક સાગરીતની પોલીસે ધરપકડ કરી છે. કારંજ પોલીસે ટ્યુબ સપ્લાય કરનાર નડિયાદના વેપારીની ધરપકડ કરી છે. જો કે વેપારીની સંડોવણી ગુનામાં નહીં પરંતુ કાવતરામાં હોવાથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના માર્ગો પર રહેતા અને ભિક્ષાવૃત્તિ કરતા 10 થી 16 વર્ષના સગીર બાળકોને સોલ્યુશન ટ્યુબનો નશો કરાવતા અને તેમનું શોષણ કરતા ત્રણ આરોપીની ધરપકડ થઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસામાજિક તત્વો સામે પોલીસ ઇચ્છે તે પ્રકારે કાર્યવાહી કરે, આ સ્થિતિ સહ્ય નહી: CM


જેમાં સંગીતા તિવારી, હિતેશ પરમાર અને અબ્દુલ કરીમ ઉર્ફે ગબ્બર બાલવરની ધરપકડ થઇ હતી. સોલ્યુશન ટ્યુબનો મુખ્ય સપ્લાયર અબ્દુલ કરીમ ગબ્બર હોવાનું સામે આવી છે. પરંતુ આ ટ્યુબ નડિયાદના વેપારી સુરજ ઉભરાની અમદાવાદ મોકલતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ. જેથી તેની ધરપકડ કરવામાં આવી છે. જો કે ધરપકડ બાદ વેપારીઓનું કહેવું છે કે આ ટ્યુબ વેચવી કોઈ ગુનો નથી. જેથી પોલીસ તેની ધરપકડ કાવતરાના ગુનામાં કરી રહી છે.


હવે પ્રદૂષણની ખેર નથી, ભાવનગરનાં વિદ્યાર્થીઓએ શોધી કાઢ્યો પ્રદૂષણનો મજબુત તોડ


અગાઉ ત્રણ આરોપીની ધરપકડ બાદ નડિયાદ ખાતે પ્રેમ સાયકલના નામે સાયકલના પાર્ટસ વેચનાર વેપારી સુરજની સંતવાણી સામે આવતા તેની ધરપકડ થઈ છે. મહત્વનું છે કે, વ્યાપારી એક અઠવાડિયામાં 80 જેટલી ટ્યુબ અમદાવાદ અબ્દુલ કરીમ નામના આરોપીને મોકલતો હતો. જેથી આ સમગ્ર ગુના ના કાવતરામાં આરોપી સંડોવાયેલા હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ પોલીસ કાર્યવાહીથી બચવા આરોપી નશા અને બાળકોના શોષણ વિશે કશું જ જાણતો ન હોવાનું જણાવી રહ્યો છે.


GUJARAT CORONA UPDATE: 24 નવા કેસ, 20 રિકવર થયા એક પણ મોત નહી


ઝડપાયેલા આરોપી સુરજ ઉભરાનીએ પોલીસ સમક્ષ એસોસિએશનનો એક પત્ર પણ રજૂ કર્યો છે. જેમાં આ ટ્યુબ વેચવી ગુનો નથી ગણાતો. પરંતુ 20 કરતાં વધુ બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરતા એક પણ આરોપીને પોલીસ છોડવા નથી માગતી. તેથી જ ટ્યુબ સપ્લાય કરનાર આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આરોપી વિરુદ્ધ શુ કાર્યવાહી થાય છે તે જોવુ મહત્વનું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube