હવે પ્રદૂષણની ખેર નથી, ભાવનગરનાં વિદ્યાર્થીઓએ શોધી કાઢ્યો પ્રદૂષણનો મજબુત તોડ

ઇન્ડસ્ટ્રીઅલ વેસ્ટ અને પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી મલ્ટી પર્પઝ પેવર બ્લોકનું નિર્માણ કર્યું છે. શહેરની જ્ઞાનમંજરી એન્જીન્યરીંગ કોલેજના વિધાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક બોલ્સ અને ઇન્ડસ્ટ્રીયલ ફ્લાય એશનો ઉપયોગ કરી એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી સસ્ટેઈનબલ પેવરબ્લોકનું નિર્માણ કર્યું છે. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગરમી તેના તમામ રેકોર્ડ તોડી રહી છે. જેના કારણે સમગ્ર માનવજાત પર ખતરો ઊભો થયો છે. ગરમીના કારણે ધ્રુવીય પ્રદેશોમાં બરફ પિગળવાની પ્રક્રિયા ખૂબ ઝડપી બની છે. જેના કારણે આગામી વર્ષોમાં દરિયામાં પાણીનું સ્તર વધી રહ્યું છે. જે માનવજાત અને પર્યાવરણ માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. હાલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ સતત વધી રહ્યો છે. જેના કારણે પ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે, આ વધી રહેલા પ્રદૂષણને રોકવા વિશ્વભરના વિજ્ઞાનિકો પ્રયત્નશીલ બન્યા છે. 
હવે પ્રદૂષણની ખેર નથી, ભાવનગરનાં વિદ્યાર્થીઓએ શોધી કાઢ્યો પ્રદૂષણનો મજબુત તોડ

નવનીત દલવાડી/ભાવનગર : ઇન્ડસ્ટ્રીઅલ વેસ્ટ અને પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી મલ્ટી પર્પઝ પેવર બ્લોકનું નિર્માણ કર્યું છે. શહેરની જ્ઞાનમંજરી એન્જીન્યરીંગ કોલેજના વિધાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક બોલ્સ અને ઇન્ડસ્ટ્રીયલ ફ્લાય એશનો ઉપયોગ કરી એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી સસ્ટેઈનબલ પેવરબ્લોકનું નિર્માણ કર્યું છે. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગરમી તેના તમામ રેકોર્ડ તોડી રહી છે. જેના કારણે સમગ્ર માનવજાત પર ખતરો ઊભો થયો છે. ગરમીના કારણે ધ્રુવીય પ્રદેશોમાં બરફ પિગળવાની પ્રક્રિયા ખૂબ ઝડપી બની છે. જેના કારણે આગામી વર્ષોમાં દરિયામાં પાણીનું સ્તર વધી રહ્યું છે. જે માનવજાત અને પર્યાવરણ માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. હાલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ સતત વધી રહ્યો છે. જેના કારણે પ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે, આ વધી રહેલા પ્રદૂષણને રોકવા વિશ્વભરના વિજ્ઞાનિકો પ્રયત્નશીલ બન્યા છે. 

ભાવનગર શહેરના વિદ્યાર્થીઓએ તેનો નિકાલ શોધી લીધો છે. આ વિદ્યાર્થીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ ફ્લાય એશનો ઉપયોગ કરી એન્વાયર્મેન્ટ ફ્રેન્ડલી સસ્ટેઈનબલ પેવર બ્લોકનું નિર્માણ કર્યું છે. હાલમાં ઇન્ડસ્ટ્રીઅલ વેસ્ટ અને પ્લાસ્ટિક ઘન કચરો પર્યાવરણ માટે માથાના દુઃખાવા સમાન બન્યા છે. પ્લાસ્ટિકને નષ્ટ કરવું ખૂબ મુશ્કેલ છે. જ્યારે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ પણ ક્યાંય ઉપયોગમાં નથી. હાલમાં બની રહેલા પેવર બ્લોક સિમેન્ટ અને રેતી માંથી બનાવવામાં આવે છે. 

જે બનાવવા માટે મોટા પાયે રેતી અને લાઇમ સ્ટોનનું ખનન થઈ રહ્યું છે. જે પર્યાવરણ માટે નુકશાન કારક છે, એવામાં ભાવનગરની એક કોલેજે એન્જીન્યરીંગ કોલેજના સિવિલ એન્જીન્યરીંગ ડીપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ અનસેગ્રીગેટેડ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવેલ દાણાનો ઉપયોગ કરીને એન્વાયર્મેન્ટ ફ્રેન્ડલી સસ્ટેઈનબલ પેવરબ્લોકનું નિર્માણ કર્યું છે. આ વિદ્યાર્થીઓ દ્વારા જે પેવર બ્લોક બનાવવામાં આવે છે એ હાલમાં ઉપયોગમાં લેવાતાં કોક્રીટ પેવર બ્લોક જેટલા જ મજબૂત છે અને જેની કોસ્ટ પણ ખૂબ ઓછી છે. જ્યારે કોક્રીટ પેવર બ્લોક કરતા વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા પેવર બ્લોક નું વજન પણ ખૂબ ઓછું છે. વિદ્યાર્થીઓ જે એન્વાયર્મેન્ટ ફ્રેન્ડલી સસ્ટેઈનબલ પેવર બ્લોક બનાવે છે એ માટે ફ્લાઈ એશ અને વેસ્ટ પ્લાસ્ટિકની જરૂર રહેતી હોવાથી આ વેસ્ટ કચરાનો પણ સમયાન્તરે નિકાલ થતો રહશે અને જેનો પર્યાવરણને ખૂબ ફાયદો થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news