ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં નકલી પોલીસ બનીને લૂંટનો પ્રયાસ કરનાર બે આરોપીની ધરપકડ કરી છે. નકલી પોલીસ બનીને વાહન ચાલકો પાસેથી પૈસા પડાવતા હતા. આ બન્ને આરોપી અગાઉ અનેક લોકો પાસે પૈસા પડાવી ચૂક્યા છે. અમદાવાદમાં ફરી એક વખત નકલી પોલીસનો કિસ્સો સામે આવ્યો છે. ચાંદખેડા પોલીસની કસ્ટડીમાં જોવા મળતા શખ્સોના નામ મોહમ્મદ રફીક અને ઇમરાન ખાન પઠાણ છે. જેઓ નકલી પોલીસ બનીને જગતપુર વિસ્તારમાં લૂંટનો પ્રયાસ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમાચાર વાંચ્યા કે નહીં! લોકોને બપોરે બહાર ના નીકળવા અપીલ, આવી કરાઈ છે ભયાનક આગાહી


ઘટનાની વાત કરીએ તો જગતપુર માં રાજ કુમાર ખેતાણી નોકરીથી ઘરે પરત જઈ રહેલા હતા. આ બન્ને નકલી પોલીસ બન્નીને ડરાવી ધમકાવીને પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ નકલી પોલીસે યુવક ને કહ્યું કે દેહવ્યાપારનો ધંધો કરે છે કેસમા ફીટ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ સમાધાન માટે પૈસાની માગણી કરી હતી. નકલી પોલીસ થી ડરી ગયેલા રાજ કુમાર યુવકે બદનામીથી બચવા માટે પૈસા આપવાનું કહ્યું અને ATM સેન્ટરમાં પૈસા ઉપાડવા ગયો, નકલી પોલીસના વર્તનથી યુવકને શંકા જતા આઇકાર્ડ માંગ્યું હતું. જે બાદ આરોપીઓ યુવકને ધક્કો મારી ફરાર થઈ ગયા હતા. આ બનાવની ફરિયાદ ચાંદખેડામાં નોંધાયા બાદ ચાંદખેડા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે. 


રોહન ગુપ્તાને કયા કોંગ્રેસી નેતાનો હતો ડર, કોણ કરતું હતું અપમાન? કોને ઉઠાવ્યા સવાલ


પકડાયેલ આરોપી મોહમ્મદ રફીક અને ઇમરાન ખાન રિક્ષા ચાલાવવાનું કામ કરે છે, પણ પૈસાની લાલચમાં નકલી પોલીસ બનીને પૈસાનો તોડ કરતા હતા. આ બન્ને આરોપી વટવાના રહેવાસી છે અને નકલી પોલીસ બની અલગ અલગ વિસ્તારમાં રાત્રીના સમયે એકલ દોકલને ડરાવી ધમકાવીને પોલીસની ઓળખ આપી લૂંટી લેતા હતા. આવી જ રીતે અનેક લોકો પાસે પૈસા પડાવ્યા હોવાની ચાંદખેડા પોલીસને આશંકા છે. જેને લઇ બન્ને આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.


આવું ને આવું જો સુરતમાં ચાલશે તો ડાયમંડ- સિલ્ક સીટી નામ ભૂંસાઈ જશે! ફરી આ ભૂત ધૂણ્યુ


આરોપી પાસેથી એક છરો મળી આવ્યો છે. જેને લઈ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ છરો રાખવાની માનસિકતા જોતા તેઓ વિરુદ્ધ બીજા ગુના હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. હાલ બન્ને નકલી પોલીસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. 


IPL રસિયાઓ માટે ખુશખબર; અમદાવાદ મેટ્રોનો સમય લંબાવાયો, સ્પેશિયલ ટિકિટ લોન્ચ