આંગડીયા પેઢીઓની દશા બેઠી: ભર બપોરે છાપી હાઇવે પર ગઠીયાઓ દાગીના ભરેલો થેલો લઇ ફરાર
પાલનપુર છાપી હાઇવે પર એસટી બસમાંથી અજાણ્યા ઇસમોએ આંગડીયા પેઢીના દાગીના ભરેલી બેગ લઇને ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ હતી. હાઇવે પર ખાનગી હોટલ પાસે એસટી બસ ઉભી હતી. તે દરમિયાન અજાણ્યા વ્યક્તિઓએ બસમાંથી આંગડીયા પેઢીના દાગીના ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયા હતા.
અમદાવાદ : પાલનપુર છાપી હાઇવે પર એસટી બસમાંથી અજાણ્યા ઇસમોએ આંગડીયા પેઢીના દાગીના ભરેલી બેગ લઇને ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ હતી. હાઇવે પર ખાનગી હોટલ પાસે એસટી બસ ઉભી હતી. તે દરમિયાન અજાણ્યા વ્યક્તિઓએ બસમાંથી આંગડીયા પેઢીના દાગીના ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયા હતા.
હાલ તો આ બેગમાં અઢી કરોડ રૂપિયાની મતા હોવાની ફરિયાદ દાખલ થઇ છે. અમદાવાદના આંગડિયા પેઢીના માણસો બસમાં મુસાફર હતા. આ દરમિયાન હોટલ પાસે બસ ઉભી રહેતા નાસ્તો કરવા માટે બસમાંથી ઉતર્યા હતા. દરમિયાન કેટલાક અજાણ્યા લોકો આ થેલો લઇને ફરાર થઇ ગયા હતા.
પોલીસના અનુસાર છાપી હાઇવે પર શ્રીરામ હોટલ પર ચોરીનો બનાવ બન્યો છે. આંગડીયા પેઢીના બે કર્મચારી પોતાનો સામાન લઇને અમદાવાદથી જોધપુર જઇ રહ્યા હતા. ત્યારે બસ આ હોટલ પર હોલ્ટ કર્યો હતો. આંગડીયા પેઢીના કર્મચારીઓ પણ આ થેલો મુકીને નાસ્તો પાણી કરવા માટે નિચે ઉતર્યા હતા. દરમિયાન કોઇ અજાણ્યા વ્યક્તિઓ આ થેલો લઇને ફરાર થઇ ગયા હતા. હાલ આ બાબતે જિલ્લા પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક રીતે થેલામાં બેથી અઢી કરોડ રૂપિયાની માલમતા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા વિવિધ એજન્સીઓને સાથે રાખીને કુલ આઠ ટીમ બનાવીને તપાસ ચલાવાઇ રહી છે.