* ગુજરાતનાં ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય
* ગુજરાત બંધના નામે કોઇ અરાજકતા સહેવામાં આવશે નહી
* સમગ્ર રાજ્યમાં કાલે 144ની કલમ લાગૂ કરવામાં આવી છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિતલ પારેખ/ગાંધીનગર : કાલે ભારત બંધના એલાનને પગલે સમગ્ર તંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવ્યા બાદ ગુજરાતનાં પોલીસ વડા આશીષ ભાટીયાએ પણ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. કોઇ પણ વ્યક્તિ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. ગુજરાતમાં ક્યાંય પણ ગુજરાત બંધ નથી. ગુજરાતનાં તમામ નાગરિકો રાત્રી કર્ફ્યૂ સિવાલ સરળતાથી પોતાનો વ્યવહાર કરી શકશે.


કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા શેકવા થુંકેલુ ચાંટે છે, પોતે સત્તામાં હતી ત્યારે જે બિલની વાત કરી હવે તેનો વિરોધ કરે છે

શાંતિ ડહોળનાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થશે DGP
કોઇ વ્યક્તિ બંધના નામે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તો તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને પણ અપીલ છે કે તેઓ કોઇનો હાથો બનીને આ પ્રકારની પ્રવૃતિમાં જોડાય નહી. ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં કલમ 144 લાગુ છે. હાલ કોરોના કાળનાં કારણે પહેલાથી જ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ છે. તેવામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ થશે તો કડકમાં કડક કાર્યવાહી થશે. આ ઉપરાંત ગુજરાતના સંવેદનશીલ વિસ્તારોની ઓળખ પણ કરવામાં આવી છે. ત્યાં સતત પેટ્રોલિંગ પણ કરાશે અને પોઇન્ટ બનાવીને ધ્યાન રાખવામાં આવશે. 


Bharat Bandh: ગુજરાત કોંગ્રેસ આવતીકાલે તમામ APMC બંધ કરાવશે

ગુજરાતનાં ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત્ત
મગ્ર ગુજરાતમાં શાંતિ ન ડહોળાય તે માટે ગુજરાત પોલીસ પ્રતિબદ્ધ છે. ગુજરાતનાં તમામ શહેરોમાં રાત્રી કર્ફ્યૂં યથાવત્ત રહેશે. દિવસ દરમિયાન કોઇ પ્રકારે શાંતિ ન ડહોળાય તે જવાબદારી સ્થાનિક અધિકારીઓની રહેશે. આ માટે તેમને સુચના પણ આપી દેવામાં આવી છે. જો કે રાત્રી કર્ફ્યૂ આગામી આદેશ સુધી યથાવત્ત રહેશે તેવું જણાવ્યું હતું. ચારેય મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત્ત રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube