ગુજરાતની શાન એવા સાવજો જંગલમાં નહિ રહે તરસ્યા, વન વિભાગે કરી મોટી કામગીરી
Gir Forest : કાળઝાળ ગરમી વચ્ચે ગીર જંગલના સિંહ અને તેમના પરિવાર તરસ્યા ન રહે તે માટે વન વિભાગ દ્વારા પાણીના કૃત્રિમ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે, આ પોઈન્ટમાં પાણી ખાલી ન થાય તે બાબતનુ ખાસ ધ્યાન રાખવામાં આવે છે
Forest Department કેતન બગડા/અમરેલી : દેશની શાન ગણાતા સાવજો માટે અમરેલી જિલ્લામાં ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં ઉનાળાની 42 ડીગ્રી તાપમાન વચ્ચે 254 પાણીના પોઇન્ટ કાર્યરત કરાયા છે. સાવજો કાળઝાળ ગરમી વચ્ચે તરસ છીપાવી રહ્યા છે. સાવજો માટે પીવાના પાણી માટે અલગ અલગ પોઇન્ટ બનાવવામાં આવ્યા છે.
રાજ્યમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં 40થી 42 ડીગ્રી તાપમાન વચ્ચે આકરી ગરમી વચ્ચે તાપમાન વધી રહ્યું છે. ત્યારે અમરેલી જિલ્લામાં આવેલ ગીર પૂર્વ ડીવીઝન હેઠળ કુલ 254 પાણીના અલગ અલગ પોઇન્ટ ઉભા કરવામા આવ્યા છે. જ્યારે કુદરતી 82 પોઇન્ટ કૃત્રિમ 172 પોઇન્ટ આવેલા છે, જેમાં સોલાર ટેન્કર, પવનચક્કી દ્વારા અલગ અલગ રીતે પાણી ભરવામાં આવે છે. ગીર જંગલની અંદર મિતીયાળા અભયારણ્ય, પાણિયા અભયારણ્ય અનામત જંગલ વિસ્તારમાં આ પાણીની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેના કારણે કાળઝાળ ગરમી તાપમાન વચ્ચે સાવજો પોતાની તરસ છીપાવવા માટે નિયમિત પાણી પીવા આવી રહ્યા છે.
આગાહી પહેલા આવ્યો વરસાદ, આજથી સતત ત્રણ દિવસ ગુજરાતમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
આ પાણીના પોઇન્ટ ઉપર ગીર પૂર્વ DCF રાજદીપ સિંહ ઝાલા સહિત ઓફિસરો સતત મોનીટરીંગ કરી રહ્યા છે અને પાણીના પોઇન્ટ ઉપર ખાસ નજર રાખતા હોય છે. પાણીના પોઇન્ટ ખાલી ન થાય તેની ખાસ વનવિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. જેના કારણે સિંહો સહિત વન્યપ્રાણીનો વસવાટ છે તેવા વન્યપ્રાણીઓ માટે આ પાણીની સુવિધા આશિર્વાદ રૂપ સાબિત થઈ છે. જોકે આ દર વર્ષે ઉનાળાની ઋતુમાં વનવિભાગ દ્વારા પાણીની વિશેષ સુવિધાઓ ઉભી કરી સિંહો માટે વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવે છે.
સૌરાષ્ટ્ર અને ગુજરાતની શાન સાવજોની છેલ્લી ગણતરી પ્રમાણે અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે. જેમાં ગીર જંગલ રેવન્યુ સહિત વિસ્તારમાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે. જેના કારણે ગીર પૂર્વ વનવિભાગએ ઉનાળાની શરૂઆતમાં જ સિંહોની સુરક્ષા અને કાળઝાળ ગરમી વચ્ચે વનવિભાગ દ્વારા ગંભીરતાથી લઈ પાણીની વિશેષ સુવિધા શરૂ કરતાં સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા આવકારી પ્રશંસા કરી રહ્યાં છે.
ગુજરાતના આ શહેરમાં આવશે 1 લાખ કરોડનું મોટું રોકાણ, કોડીના ભાવની જમીનના કરોડ થશે