મન હોય તો માળવે જવાય! બે હાથ નથી પણ મોઢા અને પગથી બનાવ્યા છે 2 હજારથી વધુ પેન્ટિંગ
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતા એક અદ્ભુત ચિત્રકારે ખરા અર્થ માં સાર્થક કરી છે. આ અદ્ભુત ચિત્રકારનું નામ મનોજ ભીંગારે છે જેમના બંને હાથ નથી છતા તેઓ જે રીતે મોઢા થી અને પગ થી પેન્ટીંગ બનાવે છે એ જોઈ ને ભલ-ભલા આશ્ચર્યચકિત થાય જાય છે.
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના યુવકે નાનપણમાં અક્સ્માતમાં પોતાના બે હાથ ગુમાવ્યા પરંતુ હાર નહિ માની સાબિત કરી બતાવ્યું કે વ્યક્તિનું નસીબ હાથથી નહીં પણ મનોબળ, મહેનત અને સમર્પણ દ્વારા લખવામાં આવે છે. બંને હાથ ન હોવા છતાં મનોજે મોઢાથી અને પગથી 2 હજારથી વધુ પેન્ટિંગ બનાવી છે. તેમણે માઉથ પેઇન્ટિંગ દ્વારા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઘણા એવોર્ડ જીત્યા છે. એટલું જ નહીં તેમની પેઇન્ટિંગ એટલી પ્રખ્યાત થઈ ગઈ છે કે હાલ તેઓ અનેક દેશોમાં જઈ લાઈવ પેઇન્ટિંગ કોન્સર્ટ કરે છે. સાથે પેન્ટિંગ કોચિંગ ચલાવી અને એક લોકોને તાલીમ આપી રહ્યા છે.
આજકાલમાં કંઈક નવાજૂની થશે! ભાગ્યે જ ગુજરાતમાં એવું બનશે કે...જાણો વરસાદની આ આગાહી
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતા એક અદ્ભુત ચિત્રકારે ખરા અર્થ માં સાર્થક કરી છે. આ અદ્ભુત ચિત્રકારનું નામ મનોજ ભીંગારે છે જેમના બંને હાથ નથી છતા તેઓ જે રીતે મોઢા થી અને પગ થી પેન્ટીંગ બનાવે છે એ જોઈ ને ભલ-ભલા આશ્ચર્યચકિત થાય જાય છે. લિંબાયતમાં એક નાની શેરીમાં રહેતા મનોજ ભીંગારે 25 પહેલા પરિવાર જોડે યાત્રા પર ગયા હતા જ્યાં બસ ને એક અકસ્માત નડતા માત્ર 10 વર્ષની ઉંમરે એમને બંને હાથ ગુમાવ્યા હતા.
વિદ્યાર્થીઓની જીદ સામે ઝૂકી ગુજરાત સરકાર! કરવો પડ્યો મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો
પરિવારના એક માત્ર પુત્રના બંને હાથ ગુમાવ્યા પછી પરિવાર પર જાણે આભ તૂટી પડયું . આ બનાવના એક વર્ષ સુધી મનોજભાઈ પણ હતાશ થાય ને ઘરે જ રહ્યા એ ટાઇમ પર કોઈ સગા વહાલાએ અમદાવાદ ની એક સંસ્થા નું સુચન કર્યું કે જ્યાં મનોજભાઈ અને એમન જેવા બીજા વ્યક્તિઓને મોઢાથી અને પગથી પેન્ટીંગ બનાવતા શીખવાડવામાં આવે છે. જોકે ત્યાં પણ એડમીશન માટે થોડી તકલીફોનો સામનો કરવો પડયો એ અંતે નસીબે સાથ આપતા એડમીશન થઇ ગયું અને પછી તેમને ત્યાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો અને પછી ફાઈન આર્ટ્સમાં એડમીશન લીધું હતું.
[[{"fid":"571599","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ગુજરાતની સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને મેડીકલ સ્ટાફના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
આજે મનોજભાઈ સ્વીઝ્લેંડ ખાતે સ્થાપિત માઉથ એન્ડ ફૂડ પેન્ટિગ એસોસિએશન કે જેની હેડ ઓફિસ મુંબઈમાં છે ત્યાં મેમ્બર છે અને બંને હાથ નથી છતાં તેઓ મોઢાથી અને પગ થી પેન્ટીંગ બનાવે છે એ આશ્ચર્યચકિત છે. મનોજની પેન્ટિંગથી વડાપ્રધાન સહિત ફિલ્મ અભિનેતાઓ પણ આકર્ષિત થયા છે. પીએમ મોદીને તેમની માતા સાથેની એક પેઇન્ટિંગ બનાવીને તેઓ ઉપહાર તરીકે આપી ચૂક્યા છે. સાથે અભિનેતા અભિતાભ બચ્ચન સહિત અનેક અભિનેતા રાજનેતાઓને પણ પેન્ટિંગ અર્પિત કરી છે. ખૂબ જ સામાન્ય પરિવારથી આવનાર મનોજ બંને હાથ ન હોવા છતાં પગભર બન્યો છે. મોબાઈલ પણ પોતાના પગથી ઓપરેટ કરે છે.
તમારા Aadhaar પર ઈશ્યૂ છે વધુ SIM,થશે 2 લાખનો દંડ અને 3 વર્ષની જેલ, જાણી નિયમ
મનોજએ જણાવ્યુ હતુ કે, એમના 25 વર્ષ પહેલાનો બનાવ એમના જીવનનો ટર્નિગ પોઈન્ટ છે.આજે મનોજભાઈ પત્ની તથા બે બાળકો સાથે સુખી જીવન વિતાવી રહ્યા છે અને શહેરના ડીંડોલી વિસ્તારમાં એક પેઇન્ટિંગ સ્ટુડિયો પણ શરૂ કર્યું છે.મનોજભાઈ અત્યાર સુધી માં રાષ્ટ્રીય બાલશ્રી એવોર્ડ ,એક બ્રોન્ઝ મેડલ અને નેશનલ લેવલ ની કોમ્પીટીશન માં પ્રથમ ક્રમાંક મેળવી ચુક્યા છે. દેશમાં તેઓની જેમ 40 જેટલા આર્ટિસ્ટ છે.
તેમની કળા જોઈને દુબઈ, સિંગાપુર, કતર સહિતના દેશોમાં લાઈવ ડેમો અને પોતાની કળા બતાવવા જઈ ચૂક્યા છે.મનોજભાઈએ ઘણી મોટી હિંમત બતાવી છે અને એમનો એ જ સંદેશ છે કે ક્યારેય પણ યુવાઓ ડિપ્રેશનમાં કે કપરી પરિસ્થિતિ થી નાસીપાસ ન થતા એનો સામનો કરવો જોઈએ જેથી ભગવાન પણ તમને મદદ કરવા મજબુર થાય જાય.એમના માતા-પિતાના કહેવા પ્રમાણે આજે તેઓ મનોજભાઈ ના માતા પિતા તરીકે ખુબ ગર્વ અનુભવ કરે છે અને દરેક માતા પિતા ને એમના સંતાનો ને કપરી પરિસ્થિતિમાં સપોર્ટ કરવાની અપીલ કરે છે.
દીકરો-દીકરી પરણે તે પહેલા હનીમૂન પર પહોંચી ગયા વેવાણ-વેવાઈ, આ રીતે શરૂ થયો ખેલ
મનોજ આવા લોકો માટે એક મોટું ઉદાહરણ છે કે જે પોતાના હાથ પગ અને શરીર તંદુરસ્ત જોવા છતાં જીવનમાં લડાઈ લડતી વખતે હાર માની લેતા હોય છે. રોડ અક્સ્માતમ પોતના બે હાથ હાથ ગુમાવી દેનાર મનોજની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં તેને ખૂબ જમહેનત અને સંઘર્ષ કરીને ભારત જ નહીં પરંતુ અન્ય દેશમાં પોતાનું નામ રોશન કર્યું છે. અને હાલ તેઓ માતા-પિતા પત્ની અને પુત્રો સાથે પોતાનું ઘરનું ગુજરાત સારી રીતના ચલાવી રહ્યા છે.