તૃષાર પટેલ/વડોદરા: વડોદરામાં ભારતીય સૈન્ય જવાનોનાં શૌર્ય, બલિદાન અને પરાક્રમને કલાનાં માધ્યમ રજુ કરવાનો એક અનોખો પ્રયાસ થયો. જેમાં દેશભરમાંથી આવેલાં કલાકારોએ સતત 24 કલાક સુધી જાગી પુલવામામાં શહીદ થયેલાં બહાદુર જવાનોને 200 ફુટ લાંબા પેઇન્ટિંગનાં માધ્યમથી અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાની સર્જન આર્ટ ગેલેરી ખાતે આજથી એક અનોખા એક્ઝિબિશનની શરૂઆત થઇ હતી. આજે જયારે દેશભરમાં આતંકવાદ અને તેનાં તેને પનાહ આપનારા પાકિસ્તાન સામે જબરદસ્ત જનાક્રોશ છે. ત્યારે દેશનાં કલાકારોએ પણ કલાનાં માધ્યમથી પુલવામાનાં શહીદ જવાનોની શહાદતને અનોખી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કરાયો..


આ સમગ્ર પ્રદર્શનીને પુલવામા આતંકી હુમલા બાદ કલાકારોની પ્રતિક્રિયાને રૂપમાં રજુ કરવામાં આવી છે. જેમાં સરહદ પરની વાસ્તવિક પરિસ્થિતિ અને દેશનાં જવાનોનાં પરાક્રમની મિશાલ એવી સર્જીકલ સ્ટ્રાઇકની ઘટનાને પેઇન્ટિંગનાં માધ્યમથી આવરી લેવામાં આવી છે. પુલવામામાં શહીદ થયેલાં આપણાં 40 જવાનોનાં તિરંગા સાથેનાં કોફીનમાં લિપટાયેલાં દેહને પણ એક્ઝિબિશનમાં ચિત્રનાં માધ્યમથી રજુ કરી દેશદાઝની ભાવના જગાડવાનો પ્રયાસ કરાયો છે.


સંતાન પ્રાપ્તિ ન થતા મહિલાએ કરી બાળકની ચોરી, પતિ-પત્નીની ધરપકડ


[[{"fid":"204198","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Vadodara.jpg","field_file_image_title_text[und][0][value]":"Vadodara.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Vadodara.jpg","field_file_image_title_text[und][0][value]":"Vadodara.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Vadodara.jpg","title":"Vadodara.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


વડોદરામાં આયોજિત આ અનોખા એક્ઝિબિશનમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, અસમ, દિલ્હી, હિમાચલ પ્રદેશ સહિતનાં રાજ્યોમાંથી આવેલાં કલાકારો એકજુટ થઇ સંયુક્ત પેઇન્ટિંગ કરી રહ્યાં છે. પુલવામામાં આપણાં 40 જવાનો માતૃભૂમિની રક્ષા કાજે શહીદ થયાં. જેથી આ પ્રકારનું એક્ઝિબિશન કરવાં માટે દેશનાં 40 જેટલાં આર્ટીસ્ટને આમંત્રિત કરવામાં આવ્યાં. 


લોકસભા ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું, પાટણમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ


પુલવામા હુમલાને લઇને સંવેદના વ્યક્ત કરવાં તેમજ તેનાં માધ્યમથી એકતાનો સંદેશ આપવા સતત 24 કલાક કામ કરી સળંગ 200 ફુટ લાબું ચિત્ર તૈયાર કરવાનું નક્કી કરાયું જેમાં તમામ કલાકારોએ સંયુક્ત રીતે પોતાની કલાકારી પ્રદર્શિત કરી હતી. પુલવામાનાં શહીદ જવાનોને કલાનાં માધ્યમથી અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરતું આ એક્ઝિબિશન આગામી 28 ફેબ્રુઆરી સુધી ચાલશે.