Arvalli News સમીર બલોચ/અરવલ્લી : ભિલોડાના ધારાસભ્ય પી સી બરંડાના ઘરમાં લૂંટની ઘટના સામે આવી છે. પૂર્વ એસપી અને ધારાસભ્ય પી સી બરંડાના ઘરમાં લૂંટ થતા ચકચાર મચી ગઈ છે. ધારાસભ્યના પત્નીને ઘરમાં બંધક બનાવી લૂંટ કરવામાં આવી છે. ઘરમાંથી સોના ચાંદીમાં દાગીના સહિત રોકડની લૂંટ કરાઈ, જોકે, ધારાસભ્યની પત્નીને કોઇ ઇજા પહોંચી નથી. આ ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય પી સી બરંડા ગાંધીનગરથી વતન પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધારાસભ્ય પીસી બરંડાના ભિલોડાના વાકાટીંબા ગામના ઘરમાં લૂંટની ઘટના બની છે. આ ઘટનાની જાણ થતા જ અરવલ્લી એસપી સહિત જિલ્લાનો મોટો પોલીસ કાફલો પહોંચ્યો છે. ચોર સુધી પહોંચવા માટે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવાશે. જોકે, ભાજપના ધારાસભ્યના ઘરમાં લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. 


ગુજરાતના ફેમસ હીલ સ્ટેશનમાં લોકોના આરોગ્ય સાથે ચેડા, વેચાતું હતું આવું ગંદુ ફૂડ


રાજકોટમાં BRTS બસના ભાડામાં આજથી તોતિંગ વધારો, કેટલાક રુટ પર રીક્ષા કરતા પણ વધુ ભાડુ


હવામાન વિભાગની મોટી આગાહી : ગુજરાતમાં આગામી 9 દિવસ ભારે વરસાદ તૂટી પડશે