• અરવલ્લી જીલ્લાના રામપુર ગામે અનોખી રીતે નવા વર્ષની ઉજવણી

  • ફટાકડા ફોડી પશુઓ ભડકાવી અનોખી રીતે નવું વર્ષ ઉજવણીની પરંપરા

  • નાના બાળકોથી લઈને વડીલો વર્ષોથી આ રીતે કરી રહ્યા છે ઉજવણી

  • પશુઓ ભડકાવાથી પશુ તેમજ ગ્રામજનોમાં રોગચાળો નહિ થતો હોવાની માન્યતા


સમીર બલોચ/અરવલ્લી :અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રામપુર ગામે પરંપરાગત પશુઓ ભડકાવી આનોખી રીતે નવા વર્ષ (new year 2021) ની ઉજવણી કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી શરૂ થતું વિક્રમ સંવત 2077 નું વર્ષ (new year) સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રામપુર ગામે ગોપાલક સમાજ દ્વારા અનોખી નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. રામપુર ગામે પશુપાલકો સવારે વહેલા ઉઠીને ભગવાન કૃષ્ણના મંદિરે આબાલવૃદ્ધ સૌ એકઠા થાય છે. ભગવાનની આરતી કરે છે. આરતી કર્યા બાદ ગામનું તમામ પશુધન મંદિર આગળ લાવવામાં આવે છે. નાના બાળકો દ્વારા ફટાકડા લઇ પશુઓની વચ્ચે ફોડવામાં આવે છે અને પશુઓને ભડકાવવામાં આવે છે. મોટી સંખ્યામાં પશુઓ ભડકે છે, છતાં કોઈને પણ કોઈ જાતની ઈજાઓ કે નુકશાન થતું નથી. ત્યારબાદ ગામના આબાલ વૃદ્ધ સૌ એકબીજાને ભેટી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. પરંતુ કોરોના મહામારીને પગલે આ વખતે ભેટવાના બદલે માત્ર દૂરથી બે હાથ જોડી ‘જય શ્રી કૃષ્ણ’ કહી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.


આ પણ વાંચો : બનાસકાંઠા : દિવાળીએ આખો પરિવાર હોમાયો, અકસ્માતમાં પતિ-પત્ની અને માસુમ બાળકનું મોત


રામપુર ગામમાં પરંપરાગત પદ્ધતિથી નવા વર્ષની ઉજવણીની માન્યતા રહેલી છે. અહી પશુઓ ભડકાવી નવા વર્ષની ઉજવણી કરવાથી ગામમાં વર્ષ દરમિયાન સુખાકારી રહે છે, ધંધા ખેતીમાં પ્રગતિ થાય છે. પશુઓમાં મહામારીનો રોગ આવતો નથી. ત્યારે આજના કોમ્પ્યુટર યુગમાં પણ લોકો ધર્મ અને આસ્થા સાથે જોડાયેલી પરંપરાઓની ઉજવણી કરી તહેવારોની ઉજવણી કરે છે.


અરવલ્લીના રામપુર ગામના વડીલોએ જૂની પરંપરા જાળવી યુવાનોને આપી છે. ગામના ચોકમાં વ્યસન પણ છોડી દેવામાં આવે છે, જેથી પશુઓ, ખેતી તેમજ લોકોને થતું નુકશાન અટકી જાય છે. ત્યારે હિન્દુ સમાજ પરંપરા પર ટકી રહ્યો છે, ત્યારે નવા વર્ષની અહીં અનોખી શરૂઆત કરવામાં આવી હતી.