• રાણાભાઈ ભરવાડ 12 વર્ષના આ બાળક પાસેથી મજૂરીકામ કરાવતો હતો

  • મોડાસાની અગમ સંસ્થા અને ટાસ્કફોર્સે 4 માર્ચના રોજ 12 વર્ષના બાળકનું રેસ્ક્યુ કર્યું હતું


સમીર બલોચ/અરવલ્લી :અરવલ્લીમાં બાળક ગીરવે મુકવાના મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 12 વર્ષના બાળકને 7 હજાર માટે મજૂરી કામ માટે ગીરવે મુક્યો હતો. બાળ મજુરી કરાવનાર આરોપી રાણા ભરવાડ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મોડાસાના ખંભીસર ગામેથી ટાસ્ક ફોર્સે બાળકનું રેસ્ક્યુ કર્યું હતું. જોકે, બાળકને હજુ પણ પરિવારને સોંપાયું નથી. બાળમજૂરીની કાયદા અનુસાર ગુનો દાખલ કરાયો છે. 


આ પણ વાંચો : વડોદરામાં ભાજપના ઢગલાબંધ નેતા કોરોના પોઝિટિવ, કાઉન્સિલર શકુંતલા શિંદેનું મોત 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં ગરીબ પરિવાર આવેલો છે. આ દંપતીને સંતાનમાં ત્રણ બાળકો છે. જેમાં બે દીકરા અને એક દીકરી છે. ગરીબ દંપતીનો પરિવાર મજૂરી કામ કરીને પરિવાર ચલાવતો હતો. દંપતી અલગ અલગ વિસ્તારમાં કામ માટે જતુ હતું. જોકે, મજૂર દંપતીમાંથી પત્નીને વાલ્વની બીમારી હતી. જેથી તેમને સારવાર માટે રૂપિયાની જરૂર પડતી હતી. તેથી તેમણે રૂપિયા મેળવવા માટે મોડાસાના ખંભીસર ગામના માલધારી રાણાભાઈ ભરવાડનો સંપર્ક કર્યો હતો. જે ઘેંટા બકરા ચરાવવાનું કામે કરે છે. જેથી ગરીબ દંપતીએ રૂપિયાની જરૂરિયાત માટે મોટા દીકરાને રાણાભાઈ ભરવાડને ત્યાં મૂક્યો હતો. જ્યાંથી દંપતી 7 થી 10 હજાર સુધીની રકમ મેળવતો હતો. 


આ પણ વાંચો : મુખ્યમંત્રીની પત્ની સાથે સારા સંબંધ હોવાનું કહીને આ મહિલાએ પિતા-પુત્ર પાસેથી 13 લાખ ખંખેર્યાં 


રાણાભાઈ ભરવાડ 12 વર્ષના આ બાળક પાસેથી મજૂરીકામ કરાવતો હતો. મોડાસાની અગમ સંસ્થા અને ટાસ્કફોર્સે 4 માર્ચના રોજ 12 વર્ષના બાળકનું રેસ્ક્યુ કર્યું હતું અને ત્યારબાદ આ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ આગળ બાળકના પરિવાર અને ગીરવે લેનાર બંને રજુ કરવામાં આવ્યા હતા અને બાળકને પરિવારને નહિ સોંપવા નિર્ણંય લેવામાં આવ્યો હતો. જેના બાદ અગમ સંસ્થા દ્વારા બાળકને તમામ પ્રકારની મદદ કરાઈ હતી.