વડોદરામાં ભાજપના ઢગલાબંધ નેતા કોરોના પોઝિટિવ, કાઉન્સિલર શકુંતલા શિંદેનું મોત
Trending Photos
- વડોદરા સહિત રાજ્યભરમાં કોરોના સંક્રમણમાં એકાએક ઉછાળો આવ્યો છે. તેમાં ભાજપના ઢગલાબંધ નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. પૂર્વ કોર્પોરેટર શકુંતલા શિંદેનું કોરોનાથી મોત નિપજ્યું
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે ચોંકાવનારી વાત એ છે કે, શહેરમાં ભાજપના અનેક નેતા કોરોના પોઝિટિવ નીકળ્યા છે. તાજેતરમાં અહી શિવજી કી સવારી યોજાઈ હતી. જેના બાદ વડોદરામાં કોરોનાના કેસોમાં રાફડો ફાટ્યો છે. શિવજી કી સવારી કાર્યક્રમમાં યોજાયેલા વડોદરાના મહિલા કાઉન્સિલરનું કોરોનાથી મોત નિપજ્યું છે. વડોદરાના પૂર્વ કોર્પોરેટર શકુંતલા શિંદેનું કોરોનાથી મોત નિપજ્યું છે. બીજી તરફ વડોદરા જિલ્લાના ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા), સાંસદ રંજન ભટ્ટ કોરોના સંક્રમિત થયા છે.
વડોદરા સહિત રાજ્યભરમાં કોરોના સંક્રમણમાં એકાએક ઉછાળો આવ્યો છે. તેમાં ભાજપના ઢગલાબંધ નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. પૂર્વ કોર્પોરેટર શકુંતલા શિંદેનું કોરોનાથી મોત નિપજ્યું છે. તેઓ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. ભાજપના પૂર્વ કોર્પોરેટરનું મોત નિપજતા ગમગીની છવાઈ છે.
આ પણ વાંચો : આવેશમાં આવેલા પ્રેમીએ કહ્યું, ‘તારી ભાભી તો મારી જ છે, હું તેને ઉપાડી જઈશ’
વોર્ડ નં-11ના મહિલા કોર્પોરેટર મહાલક્ષ્મી શેટિયાર અને તેમના પતિ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત વીએમસીના દંડક ચિરાગ બારોટના માતા, પુત્ર અને પુત્રવધૂ કોરોનાની ચપેટમાં આવ્યા છે. વીએમસી સભા ખંડનો પ્યૂન અક્ષય સોલંકીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
સાંસદ રંજન ભટ્ટ કોરોના પોઝિટિવ
વડોદરાના સાંસદ રંજન બેન ભટ્ટ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. સાંસદ રંજનબેન ભટ્ટે ફેસબૂક પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. રંજનબેન ભટ્ટ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા છે. રંજનબેન ભટ્ટ પણ શિવજી કી સવારીમાં હાજર રહ્યા હતા. રંજનબેને પોતાના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.
આ પણ વાંચો : મુખ્યમંત્રીની પત્ની સાથે સારા સંબંધ હોવાનું કહીને આ મહિલાએ પિતા-પુત્ર પાસેથી 13 લાખ ખંખેર્યાં
ધારાસભ્ય શૈલેષ મહેતા અને શબ્દશરણ બ્રહ્મભટ્ટ કોરોના સંક્રમિત
વડોદરામાં કોરોના કેસમાં સતત વધારો થઈ કહ્યો છે. આ વચ્ચે ડભોઈ ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા કોરોનાથી સંક્રમિત થયા છે. શૈલેષ મહેતાએ ફેસબુક પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તો સાથે જ પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. બંને નેતાઓ 14 દિવસ માટે કવોરેન્ટાઈન થયા છે. જોકે, રસી લીધા બાદ પણ ધારાસભ્ય શૈલેષ મહેતા સંક્રમિત થયા છે. તેમણે 10 દિવસ પહેલા જ કોરોના વેક્સીન લીધી હતી.
આજે વડોદરામાં પણ કોરોના કેસ વધતાં મોલ મલ્ટીપ્લેકસ બંધ કરવામા આવ્યા છે. શનિવાર અને રવિવારે કોર્પોરેશને મોલ અને મલ્ટીપ્લેક્સ બંધ રાખવા આદેશ કર્યો હતો. ત્યારે તમામ વિસ્તારોના મોલ બંધ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે